અમેરિકામાં ભારતીય પૂજારીને ૨૭ વર્ષની જેલ

મંદિરની આવકનો ઉપયોગ પોતાના અંગત શોખ પૂરા કરવા અને મની લોન્ડરિંગ તેમ જ બેંક સાથે છેતરપિંડી કરનાર જ્યોર્જિયાના એક મંદિરના ભારતીય પૂજારી આરોપીને ૨૭ વર્ષની જેલ સજા થઇ છે. 

ન્યૂ યોર્કઃ મંદિરની આવકનો ઉપયોગ પોતાના અંગત શોખ પૂરા કરવા અને મની લોન્ડરિંગ તેમ જ બેંક સાથે છેતરપિંડી કરનાર જ્યોર્જિયાના એક મંદિરના ભારતીય પૂજારી આરોપીને ૨૭ વર્ષની જેલ સજા થઇ છે. સ્વામી શ્રી સેવલમ સિદ્ધર તરીકે ઓળખાતો ૪૯ વર્ષના અન્નામલાઈ સામે ગત ઓગસ્ટમાં બેંક સાથે છેતરપિંડી કરવાનો તેમ જ કરચોરી કરવા બદલ કેસ થયો હતો. બે સપ્તાહ સુધી ચાલેલી સુનાવણીના અંતે આ સજા સંભળાવવામાં આવી હતી.

અન્નામલાઈએ આ પવિત્ર સંસ્થાનો લાલચ અને અંગત શોખ પૂરો કરવા માટે એક સાધન તરીકે ઉપયોગ કર્યો હતો એમ કાર્યકારી યુએસ એટર્ની જોન એ. હોર્ને કહ્યું હતું.

અમેરિકામાં ભારતીય પૂજારીને ૨૭ વર્ષની જેલ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.