સોનાક્ષી સિંહા સામે પોલીસ ફરિયાદ

સોનાક્ષી સિંહા સામે પોલીસ ફરિ...

બિગ બોસ સીઝન પાંચમાં દેખાયેલી પૂજા મિશ્રાએ પોતાની સાથે છેડછાડ થઈ હોવાની ફરિયાદ નોંધાવી છે.

બિગ બોસ સીઝન પાંચમાં દેખાયેલી પૂજા મિશ્રાએ પોતાની સાથે છેડછાડ થઈ હોવાની ફરિયાદ નોંધાવી છે. પૂજાએ ઉદયપુરમાં એક કેલેન્ડરના લોન્ચ દરમિયાન રાત્રે હોટેલમાં કોઈ અજાણ્યા લોકો દ્વારા તેની સાથે છેડછાડ કરાઈ હોવાનું કહ્યું છે. આ પ્રકારનું ષડયંત્ર રચવાના આરોપમાં પૂજાએ શત્રુઘ્ન સિંહાની પુત્રી અને અભિનેત્રી સોનાક્ષી સિંહા, ઈશા કોપ્પીકર, ઈશાના પતિ અને એક અન્ય શખસ એમ કરીને પાંચ જણ સામે ઉદયપુર પોલીસમાં કાવતરાંની ફરિયાદ નોંધાવી છે.

પૂજાએ આક્ષેપ કર્યો હતો કે સોનાક્ષી અને તેની માતા પૂનમ સિંહા તેમ જ અન્ય કલાકારોએ તેની સામે આ ષડયંત્ર રચ્યું હતું જેથી તેની કારકિર્દી ખરાબ થાય અને તેની છાપ બગડે. પોતાના વ્યક્તિગત જીવનને ખરાબ કરવા માટે પણ આમ કરાયું હોવાનું તેણે ક્હ્યું હતું. આ ઘટના ૧૧ એપ્રિલે બની હતી. ઉદયપુરના અંબામાતા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. પૂજાએ આક્ષેપ કર્યો હતો કે તેને સોફ્ટ ડ્રીંકમાં નશીલો પદાર્થ પીવડાવવામાં આવ્યો હતો. આ પીણું પીધા પછી તેને સખત ઊંઘ આવી હતી અને સવારે જ્યારે તે ઉઠી ત્યારે તેને ખબર પડી હતી કે તેની સાથે કંઇક ખોટું થયું છે. પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર જીતેન્દ્ર આંચલિયાએ કહ્યું કે, મોડેલ દાવો કરે છે કે તેણે તેના રુમમાં કેટલીક કેશ અને જવેલરી પણ રાખી હતી. આ વસ્તુઓ ચોરાઈ ગઈ છે. પૂજાના નિવેદનમાં વિરોધાભાસ હોવાનું પણ તેમણે કહ્યું હતું. આ પબ્લિસિટી સ્ટંટ પણ હોઈ શકે છે.

સોનાક્ષી સિંહા સામે પોલીસ ફરિ...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.