અમદાવાદથી કુવૈતની ફલાઇટ શરૂ થશે

અમદાવાદથી કુવૈતની ફલાઇટ શરૂ થ...
Kuwait Airways

અમદાવાદ શહેરના સરદાર વલ્લભભાઇ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટમાં વધારો થઇ રહ્યો છે. ટૂંક સમયમાં જ અહિથી કુવૈતની નવી ફલાઇટ શરૂ થઇ રહી છે. 

અમદાવાદઃ અમદાવાદ શહેરના સરદાર વલ્લભભાઇ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટમાં વધારો થઇ રહ્યો છે. ટૂંક સમયમાં જ અહિથી કુવૈતની નવી ફલાઇટ શરૂ થઇ રહી છે. કુવૈત એરવેઝે થોડા સમય પહેલાં પેસેન્જર ટ્રાફિક સરવે કરાવ્યા પછી આ નિર્ણય લીધો હોવાનું કહેવાય છે. આ વર્ષે સપ્ટેમ્બરના અંત સુધીમાં ફ્લાઇટ શરૂ થવાની સંભાવના છે.

અત્યારે ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ એરપોર્ટ પર વાર્ષિક ૫૦ લાખ પ્રવાસીઓની અવરજવર રહે છે. અહીંથી ૧૧ આંતરરાષ્ટ્રીય ફલાઇટ ઓપરેટ થઇ રહી છે. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા એર ઇન્ડિયાએ કુવૈતની ફલાઇટ બંધ કરી હતી.

અમદાવાદથી કુવૈતની ફલાઇટ શરૂ થ...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.