ઈશ્વરે મહેનતનો બદલો વાળી આપ્યો

લંડનઃ ઈશ્વર ઈચ્છે ત્યારે રંકને રાજા અને રાજાને રંક બનાવી દે છે. આવું જ કાંઈક લાઈફ ઈન્સ્યુરન્સ સલાહકાર લૂઈ ગિલ સાથે થયું છે. ગ્રાહકો સાથે ગિલના વ્યવહારથી ખુશ વેસ્ટ યોર્કશાયરસ્થિત ઈન્સ્યુરન્સ પેઢીના માલિક ક્રિસ વિકર્સે તેને એક પાઉન્ડનું સ્ક્રેચ કાર્ડ ભેટમાં આપ્યું હતું. જોકે, ઈશ્વરનો ઈરાદો અલગ જ હતો. આ સ્ક્રેચ કાર્ડ પર લુઈને £૧૦૦,૦૦૦નો જેકપોટ લાગ્યો છે. વિકર્સ પાસે બે અઠવાડિયાથી ૩૦ સ્ક્રેચ કાર્ડ પડી રહ્યા હતા.

માત્ર ત્રણ મહિનાથી પેઢીમાં કામ કરતા ૨૨ વર્ષીય લુઈએ ઈનામની રકમનો અડધો હિસ્સો પેઢીના માલિક વિકર્સને આપવા તૈયારી દર્શાવી હતી. જોકે, વિકર્સે તેનો ઈનકાર કરતા કહ્યું હતું કે આ તો તારું નસીબ છે. લુઈ ધનવાન બન્યાના સુખદ્ આઘાતમાંથી બહાર આવી શકે તે માટે તેને એક સપ્તાહની રજા પણ અપાઈ હતી, પરંતુ લુઈ બીજા જ દિવસે કામે લાગી ગયો હતો. લુઈ તેના જીતેલા નાણાનો હિસ્સો પ્રોપર્ટીમાં રોકાણ કરવા માગે છે.

ઈશ્વરે મહેનતનો બદલો વાળી આપ્ય
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.