એશિયન એચિવર્સ એવોર્ડ્સ માટે યોગ્ય વિજેતાની પસંદગી કરો

એશિયન બિઝનેસ પબ્લિકેશન્સ લિમિટેડ (ABPL) દ્વારા આયોજિત અને ધ પીપલ્સ ચોઈસ એવોર્ડ્સ તરીકે પણ ઓળખાતો ધ એશિયન એચિવર્સ એવોર્ડ્સ (AAA) સિતારાઓથી ઝળહળતો કાર્યક્રમ છે, જ્યાં સમાજના જાણીતા અને પ્રતિષ્ઠિત મહાનુભાવો એવોર્ડ્સના નોમિનીઝ દ્વારા સમાજને નોંધપાત્ર પ્રદાન અને તેમની સખત મહેનતની કદર કરવાની ઉજવણીમાં ઉપસ્થિત રહે છે. દર વર્ષે યોજાતા એશિયન એચિવર્સ એવોર્ડ્સનો આ ૧૫મો વાર્ષિક સમારંભ છે, જે શુક્રવાર, ૧૮ સપ્ટેમ્બર ૨૦૧૫ના દિવસે પ્રતિષ્ઠિત ગ્રોવનર હાઉસ હોટેલ ખાતે યોજાશે.

એશિયન બિઝનેસ પબ્લિકેશન્સ લિમિટેડ (ABPL) દ્વારા આયોજિત અને ધ પીપલ્સ ચોઈસ એવોર્ડ્સ તરીકે પણ ઓળખાતો ધ એશિયન એચિવર્સ એવોર્ડ્સ (AAA) સિતારાઓથી ઝળહળતો કાર્યક્રમ છે, જ્યાં સમાજના જાણીતા અને પ્રતિષ્ઠિત મહાનુભાવો એવોર્ડ્સના નોમિનીઝ દ્વારા સમાજને નોંધપાત્ર પ્રદાન અને તેમની સખત મહેનતની કદર કરવાની ઉજવણીમાં ઉપસ્થિત રહે છે. દર વર્ષે યોજાતા એશિયન એચિવર્સ એવોર્ડ્સનો આ ૧૫મો વાર્ષિક સમારંભ છે, જે શુક્રવાર, ૧૮ સપ્ટેમ્બર ૨૦૧૫ના દિવસે પ્રતિષ્ઠિત ગ્રોવનર હાઉસ હોટેલ ખાતે યોજાશે.

સમગ્ર એશિયન સમુદાયમાં તમામ ક્ષેત્રના બિઝનેસીસ અને વ્યવસાયો સાથે સંકળાયેલા વ્યક્તિવિશેષોના ઉત્કૃષ્ટ કાર્યો તેમજ યુકેની એશિયન કોમ્યુનિટીમાં સર્વશ્રેષ્ઠ લોકોની સિદ્ધિઓની કદર AAA દ્વારા કરવામાં આવે છે. દર વર્ષે આ એવોર્ડ્સમાં સમાજના ચોક્કસ પાસાને સન્માનિત કરવા માટે પ્રદર્શિત કરાય છે અને આ વર્ષે યુનિફોર્મ્સ અને સિવિલ સર્વિસીસ ક્ષેત્રને પ્રાધાન્ય અપાશે. બ્રિટનમાં વંશીય લઘુમતીઓના ૫.૬ ટકા પુરુષ અને સ્ત્રીઓ આર્મ્ડ ફોર્સીસ અને ૨.૯ ટકા મિનિસ્ટ્રી ઓફ સિવિલ ડિફેન્સીસમાં સેવા આપે છે. ગત થોડાં વર્ષોમાં મોટી સંખ્યામાં બ્રિટિશ એશિયન્સનું પ્રતિનિધિત્વ સિવિલ સર્વિસીસ અને કાસ કરીને હોમ ઓફિસ, MOD અને CPS જેવાં મહત્ત્વના ક્ષેત્રોમાં વધ્યું છે. AAA દ્વારા આ વર્ષના એવોર્ડ્સને યુનિફોર્મ્સ એન્ડ સિવિલ સર્વિસીસના થીમ તરીકે રાખીને આર્મ્ડ ફોર્સીસ અને સિવિલ સર્વિસીસમાં સેવા આપતા સભ્યોની સિદ્ધિઓને આદરાંજલિ આપવાનું પસંદ કરાયું છે.

આ વર્ષના એશિયન એચિવર્સ એવોર્ડ્સની ૧૦ કેટેગરીમાં યુનિફોર્મ્ડ એન્ડ સિવિલ સર્વિસીસ, એન્ટ્રેપ્રીન્યોર ઓફ ધ યર, પ્રોફેશનલ ઓફ ધ યર, એચિવમેન્ટ ઈન મીડિયા, આર્ટ્સ એન્ડ કલ્ચર, એચિવમેન્ટ ઈન કોમ્યુનિટી સર્વિસ, વુમન ઓફ ધ યર, સ્પોર્ટ્સ પર્સનાલિટી ઓફ યર, બિઝનેસ પર્સન ઓફ યર, ઈન્ટરનેશનલ પર્સનાલિટી ઓફ યર, અને લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડનો સમાવેશ થાય છે.

યોગ્ય વ્યક્તિને એશિયન એચિવર્સ એવોર્ડ્સ અપાય તેની ચોકસાઈ માટે ચોક્કસ માપદંડ પણ રાખવામાં આવ્યા છે. યુનિફોર્મ એન્ડ સિવિલ સર્વિસીસ કેટેગરીના એવોર્ડવિજેતા એ વ્યક્તિ હશે જેમણે યુનિફોર્મ્સ એન્ડ સિવિલ સર્વિસીસમાં અભૂતપૂર્વ સિદ્ધિઓ હાંસલ કરી હશે અથવા કોમ્યુનિટીની સેવામાં નોંધપાત્ર પ્રદાન આપ્યું હશે.

સંબંધિત વિવિધ ક્ષેત્રોમાંથી ઘણા પ્રતિષ્ઠિત નોમિનીઝ હતા. ઉદાહરણ આપીએ તો, ૨૦૧૪ માટે યુનિફોર્મ્ડ એન્ડ સિવિલ સર્વિસીસ કેટેગરીના એવોર્ડવિજેતા નઝિર અફઝલ OBE હતા. અફઝલ નોર્થ વેસ્ટ ઓફ ઈંગ્લેન્ડ માટેના ચીફ ક્રાઉન પ્રોસીક્યુટર હોવા સાથે ‘વાયોલન્સ અગેઈન્સ્ટ વિમેન એન્ડ ગર્લ્સ એન્ડ ચાઈલ્ડ એબ્યુઝ’ તેમજ ગૌરવ અપરાધો અને બળજબરીથી કરાતા લગ્નોનો સામનો કરવામાં રાષ્ટ્રીય વડપણ ધરાવે છે.

ધ એશિયન એચિવર્સ એવોર્ડ્સ દર વર્ષે ચોક્કસ ચેરિટીઝની પસંદગી કરે છે તેમજ જરુરિયાતમંદ લોકોના કલ્યાણ માટેના સારા ઉદ્દેશમાં સાથ આપી દાન કરવા લોકોને હંમેશાં પ્રોત્સાહિત કરે છે. એશિયન એચિવર્સ એવોર્ડ્સ ૨૦૧૪માં લંડનસ્થિત અને વૈશ્વિક વ્યાપ ધરાવતા શેરી બ્લેર ફાઉન્ડેશનને સ્પોન્સર્ડ ચેરિટી તરીકે પસંદ કરાયું હતું. AAA મારફત શેરી બ્લેર ફાઉન્ડેશને £૧૦૦,૦૦૦ની જંગી રકમ એકત્ર કરી હતી.

આ વર્ષની સ્પોન્સર્ડ ચેરિટી સંસ્થા લૂમ્બા ફાઉન્ડેશન છે, જે સમગ્ર વિશ્વની કચડાયેલી વિધવાઓનાં આર્થિક સશક્તિકરણ અને કલ્યાણ તેમજ તેમના બાળકોના શિક્ષણને આગળ વધારવાનું ધ્યેય રાખે છે. લોર્ડ રાજ લૂમ્બા CBE અને તેમના પત્ની લેડી વીણા લૂમ્બા દ્વારા ૨૬ જૂન, ૧૯૯૭ના દિવસે યુકેમાં ચેરિટેબલ ટ્રસ્ટ ડીડ તરીકે લૂમ્બા ફાઉન્ડેશનની સ્થાપના કરવામાં આવી હતી.

પોતાની પસંદગીની કોઈ વ્યક્તિ પોતાના ક્ષેત્રમાં માહેર છે અને આ એવોર્ડ હાંસલ કરવા લાયક હોવાનું માનતા વાચકો પાસે તેમને એવોર્ડ માટે નોમિનેટ કરવાની તક છે અને જજીસની સ્વતંત્ર પેનલ આપસી ચર્ચાવિચારણા પછી વિજેતાઓની પસંદગી કરશે. એવોર્ડવિજેતા કોણ બનશે તેના નિર્ણયમાં ABPL ગ્રૂપની કોઈ જ ભૂમિકા રહેતી નથી તેમજ એવોર્ડની નિર્ણયપ્રક્રિયા સંબંધે પ્રજાના સભ્યો સાથે તેઓ કોઈ ચર્ચામાં પણ ઉતરશે નહિ.

તમારી પસંદગીના સિદ્ધિ હાંસલકર્તાને નોમિનેટ કરવા માટે આ સાથે આપેલું ફોર્મ ભરીને અમને ૨૪ જુલાઈ ૨૦૧૫ સુધીમાં મોકલી આપશો. અથવા તમે વેબસાઈટ www.asianachieversawards.comની મુલાકાત લઈ નોમિનેટ કરી શકો છો.

એશિયન એચિવર્સ એવોર્ડ્સ માટે ય
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.