પ્રિયંકા ચોપરાએ ૩૩મો જન્મદિન ઊજવ્યો

પ્રિયંકા ચોપરાએ ૩૩મો જન્મદિન...
Priynaka Chopra

પ્રિયંકા ચોપરાએ ૧૮ જુલાઇએ તેનો ૩૩મો જન્મદિન ઉજવ્યો હતો.

બોલિવૂડમાં ધીરે પણ મક્કમ ગતિથી સફળ થઇ રહેલી પ્રિયંકા ચોપરાએ ૧૮ જુલાઇએ તેનો ૩૩મો જન્મદિન ઉજવ્યો હતો. જમશેદપુરમાં જન્મેલી પ્રિયંકાને બાળપણમાં તેનો રંગ શ્યામ હોવાથી લોકો તેને કાલીકલુટી કહેતા. તે વખતે આ જ બ્લેકબ્યૂટી એકવાર વિશ્વ સુંદરી બનશે તેવું કદાચ કોઇએ વિચાર્યું પણ નહીં હોય. તેણે પોતાના ચાહકોને તેના જન્મદિને પર ‘દિલ ધડકને દો’ કહીને લોકોની શુભેચ્છાઓને સ્વીકારી છે. તેણે ક્રિશ-૩, બરફી, ડોન-૨, ગુંડે, મેરિકોમ, મુજસે શાદી કરોગી, દિલ ધડકને દો અને અગ્નિપથ જેવી સુપર હિટ ફિલ્મો આપી છે. અત્યારે તે ‘બાજીરાવ મસ્તાની’માં રણવીરસિંહ અને દીપિકા પદુકોણ સાથે શૂટિંગ કરી રહી છે. તેના જન્મ દિવસની ઊજવણીમાં પિતરાઇ બહેન પરિનીતિ ચોપરા તથા સહેલી કંગના રાણાવત અને રણબિરસિંહ વગેરે પણ હાજર રહ્યા હતા.

પ્રિયંકા ચોપરાએ ૩૩મો જન્મદિન...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.