બ્રિટિશ પંજાબી માલિકીની ડે નર્સરી ફૂટબોલ ટીમની સ્પોન્સર જાહેર

બ્રિટિશ પંજાબી માલિકીની ડે નર
Kingston day nursery

લંડનઃ બ્રિટિશ એશિયન પંજાબી દંપતી મિ. દેવિન્દર સિંહ અને મિસિસ હરજિત કોર માનની માલિકીની કિંગ્સટન ડે નર્સરી ‘One Nine Seven Early Years Nursery’ને ફૂટબોલ ટીમ Kingstonian FCના નવા સ્પોન્સર તરીકે જાહેર કરવામાં આવી છે. Kingstonian FC વિરુધ્ધ Chelsea FC વચ્ચે મેચ દરમિયાન પીઢ ફૂટબોલર જ્હોન ટેરીની હાજરીમાં આ જાહેરાત થઈ હતી.

કિંગ્સટન-અપોન-થેમ્સમાં આવેલી આ ડે નર્સરી ૯૦ બેઠક ધરાવે છે. શ્રીમતી માને જણાવ્યું હતું કે, ‘આ સીઝનમાં Kingstonian FCના નવા સ્પોન્સર્સ બનવાનો અમને આનંદ અને ગર્વ છે. ટીમની આગામી મેચોમાં તેને સપોર્ટ કરવા અમે આતુર છીએ.’ પ્રી-સીઝન મૈત્રીપૂર્ણ મેચમાં ૯૦ મીનિટની રમત પછી ચેલ્સી ટીમ ૧-૦થી વિજેતા બની હતી. જોકે, તેનાથી હોમ ટીમનું સમર્થન કરવા આવી પહોંચેલા કિંગ્સટોનિયનના સેંકડો સમર્થકોનો ઉત્સાહ જરા પણ મંદ પડ્યો ન હતો.

બ્રિટિશ પંજાબી માલિકીની ડે નર
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.