યુકેવાસી દાતાએ રૂ. એક લાખનું દાન કર્યું

વિદેશવાસી કચ્છીઓ વતનમાં વિવિધ સેવાકાર્યો કરીને સંબંધો જીવંત રાખે છે.
કેરા (ભૂજ)ઃ વિદેશવાસી કચ્છીઓ વતનમાં વિવિધ સેવાકાર્યો કરીને સંબંધો જીવંત રાખે છે. લંડન-વૂલવીચ ખાતે વસતા રામપર વેકરાનાં સિયાણી પરિવાર દ્વારા સીમા જનકલ્યાણ સમિતિ સંચાલિત ભૂજના છાત્રાલયને રૂ. એક લાખનું દાન અપાયું હતું. ભૂજના સંસ્કારનગરસ્થિત આ છાત્રાલયની ગૌતમ સિયાણી, શિવજીભાઇ, માતા માનબાઇ, જયેશભાઇ, મનીષાબેન અને છાયાબેને મુલાકાત લીધી હતી અને ત્યાંની પ્રવૃત્તિની માહિતી મેળવી ખુશી વ્યક્ત કરી હતી. ભવિષ્યમાં સરહદી બાળકોના ઉચ્ચ અભ્યાસ માટે આર્થિક સહયોગની ખાતરી સાથે અભ્યાસ મહેનતથી કરવા પરિવારે સૂચન કર્યું હતું. ટ્રસ્ટના મંત્રી હિંમતસિંહ વસણ, સહમંત્રી ભરતભાઇ ગોરસિયાએ ચેકનો સ્વીકારીને દાતા પરિવારની સેવાને બિરદાવી હતી.

