સરકારી ચેનલના બ્રાન્ડ એમ્બેસેડર માટે અમિતાભને રૂ. ૬.૩૧ કરોડ અપાયા

સરકારી ચેનલના બ્રાન્ડ એમ્બેસ

થોડા સમય પહેલા શરૂ થયેલી દૂરદર્શનની કિસાન ચેનલના બ્રાન્ડ એમ્બેસેડર બનાવાયેલા અમિતાભ બચ્ચનને તેના માટે રૂ. ૬.૩૧ કરોડ ચૂકવાયા છે. 

થોડા સમય પહેલા શરૂ થયેલી દૂરદર્શનની કિસાન ચેનલના બ્રાન્ડ એમ્બેસેડર બનાવાયેલા અમિતાભ બચ્ચનને તેના માટે રૂ. ૬.૩૧ કરોડ ચૂકવાયા છે. આ રકમ ચેનલના કુલ બજેટ રૂ. ૪૫ કરોડનો સાતમો ભાગ છે. એટલે કે બજેટનો અંદાજે ૧૫ ટકા ભાગ જ અમિતાભ બચ્ચનને ફાળે આવ્યો છે. પોતાની કોઈ ચેનલના પ્રચાર માટે દૂરદર્શને આટલી મોટી રકમ આજ સુધી કોઈ પણ કલાકારને આપી નહીં હોવાનું કહેવાય છે.

દૂરદર્શન પેનલની એડવર્ટાઇઝ એજન્સી- લિન્ટાસ ઈન્ડિયા પ્રા. લિ.એ અમિતાભ અને કેન્દ્ર સરકાર વચ્ચે આ કરાર કરાવ્યો છે.

કરાર મુજબ ચેનલની જાહેરાત માટે અમિતાભને ટી.વી. પ્રિન્ટ, ઈન્ટરનેટ અને ફિલ્મ એડ માટે શૂટિંગ કરવું પડશે. સૂત્રો કહે છે કે શૂટિંગ પણ એક જ દિવસનું હશે અને જાહેરાતનું પ્રસારણ ૩૦ એપ્રિલ, ૨૦૧૬ સુધી કરાશે.

સરકારી ચેનલના બ્રાન્ડ એમ્બેસ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.