૮૧ વર્ષે પણ સુંદરતાનું રહસ્ય

વુડબ્રીજ નજીકના સફોકમાં રહેતાં ૮૧ વર્ષના નીના સ્નેલિંગે યુવા દેખાવ માટે ન તો કોઇ પણ પ્રકારની સર્જરી કરાવી છે કે ન તો ક્યારેય હેરડાય લગાવી છે. આમ છતાં પણ તેઓ આજે ૪૫ વર્ષનાં લાગે છે. નીના જણાવે છે કે, ‘મારી આ સુંદરતા કાયમ રહેવાનું એક કારણ કદાચ એ હોય શકે કે હું અપરિણીત છું. જ્યારે લોકો મને મળે છે ત્યારે એમ જ માને છે કે મારી ઉંમર ૪૦-૪૫ વર્ષની છે.’ નીનાની વાતમાં સહેજ પણ અતિશ્યોક્તિ નથી. 

લંડનઃ વુડબ્રીજ નજીકના સફોકમાં રહેતાં ૮૧ વર્ષના નીના સ્નેલિંગે યુવા દેખાવ માટે ન તો કોઇ પણ પ્રકારની સર્જરી કરાવી છે કે ન તો ક્યારેય હેરડાય લગાવી છે. આમ છતાં પણ તેઓ આજે ૪૫ વર્ષનાં લાગે છે. નીના જણાવે છે કે, ‘મારી આ સુંદરતા કાયમ રહેવાનું એક કારણ કદાચ એ હોય શકે કે હું અપરિણીત છું. જ્યારે લોકો મને મળે છે ત્યારે એમ જ માને છે કે મારી ઉંમર ૪૦-૪૫ વર્ષની છે.’ નીનાની વાતમાં સહેજ પણ અતિશ્યોક્તિ નથી.
સદાબહાર સુંદરતા ધરાવતા નીનાની જીવનશૈલી તેના શબ્દોમાં જાણીએઃ ‘મેં લગ્ન નથી કર્યાં તેથી હું ખુશ રહું છું. મને જ્યારે ઇચ્છા થાય ત્યારે જ ભોજન કરું છું. મારી મરજી મુજબ સવારે ઊઠી જાઉં છું. અને હું ચિંતા તો ક્યારેય કરતી નથી. મેં ભલે લગ્ન નથી કર્યાં, સંતાનમાં એક પુત્રી છે. ૪૮ વર્ષની હતી ત્યારે આર્મીમેનના પ્રેમમાં પડી હતી. મેં સરકારી નોકરી કરી છે. હું ક્યારેય નથી માનતી કે પૈસાથી સુંદરતા મેળવી શકાય છે.’ નીના જણાવે છે કે ‘મને જિંદગીમાં અત્યાર સુધીમાં લગ્નની પાંચ પ્રપોઝલ મળી છે, પણ મેં લગ્ન કરવાની ના પાડી દીધી હતી.’

૮૧ વર્ષે પણ સુંદરતાનું રહસ્ય...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.