આપણા અતિથિઃ રાજકોટના બેંકિંગ-સહકારી ક્ષેત્રના અગ્રણી અરજણભાઇ મકવાણા

આપણા અતિથિઃ રાજકોટના બેંકિંગ-

રાજકોટના રહેવાસી અને જિલ્લાના બેંકિંગ તથા સહકારી ક્ષેત્રના પીઢ અગ્રણી અરજણભાઇ અમરાભાઇ મકવાણા હાલ યુરોપના પ્રવાસે છે અને આવતા સપ્તાહે લંડનની મુલાકાતે આવી રહ્યા છે. તેઅો રાજકોટ સ્થિત શ્રી પરશુરામ શરાફી સહકારી મંડળી લિમિટેડ અને શ્રી ગુરુ દત્તાત્રેય શરાફી સહકારી મંડળી લિમિટેડના ડાયરેક્ટર તરીકે સેવા આપે છે. તેઅો રાજકોટ નાગરિક સહકારી બેન્કના ડાયરેક્ટર તરીકે દસ વર્ષ સેવાઆપી ચૂક્યા છે.

રાજકોટ નાગરિક બેન્ક એશિયા ખંડની એકમાત્ર એવી બેન્ક છે જે ૨.૬૧ લાખથી વધુ સભાસદો ધરાવે છે અને ભારતભરમાં ૩૭ શાખાઓ સાથે રૂ. ૫ હજાર કરોડથી વધુનો બિઝનેસ ધરાવે છે. ૧૯૮૧થી ઇંડિયન ઓઇલ કોર્પોરેશનના અધિકૃત વિક્રેતા તરીકે માન્યતા ધરાવતા અરજણભાઇ ઓલ ઈન્ડિયા એલપીજી ડિસ્ટ્રીબ્યુટર્સ ફેડરેશન (ગુજરાત)ના ડાયરેક્ટર તરીકે અને ડો. બી. આર. આંબેડકર ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ તરીકે સેવાઅો આપી રહ્યા છે. તેઅો લક્ષમણભાઇ ગઢવી અને લાલુભાઇ પારેખના મહેમાન છે. અરજણભાઇ મકવાણા ૨૬ સપ્ટેમ્બરથી ૧૦ ઓક્ટોબર સુધી લંડનમાં રોકાણ કરવાના છે. તેમના સંપર્ક - ફોનઃ 07459 482 919.

આપણા અતિથિઃ રાજકોટના બેંકિંગ-
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.