પેન્શન એક્ઝિટ ફી પર મર્યાદા આવશેઃ લાખો બચતકારોને લાભ

પેન્શન એક્ઝિટ ફી પર મર્યાદા આવ...
Pension worries

લંડનઃ ચાન્સેલર જ્યોર્જ ઓસ્બોર્ને ૫૫ વર્ષથી વધુ વયના બચતકારોને તેમની પેન્શન બચત ઉપાડવામાં સરળતા રહે તે માટે ૨૦ ટકા સુધીની એક્ઝિટ પેનલ્ટી પર મર્યાદા લગાવવાની રુપરેખા જાહેર કરી છે. આના પરિણામે લાખો બચતકારોને લાભ થશે. ઓસ્બોર્ને હાઉસ ઓફ કોમન્સમાં જણાવ્યું હતું કે ૨૦ ટકા જેટલી ઊંચી કપાત ગેરવાજબી છે. બે મહિના અગાઉ જાહેર ક્રાંતિકારી સુધારાઓ મુજબ પપ વર્ષથી વધુ વયના બચતકારોને ફરજિયાત એન્યુઈટી કે આજીવન આવક વ્યવસ્થા ખરીદવાની રહેતી નથી. જોકે, કેટલાંક બચતકારોએ તેમનું ભંડોળ ઉપાડવું હોય કે નાણાકીય સલાહ લેવી હોય તો આકરી ફી ચુકવવાની ફરજ પડે છે, જ્યારે કેટલાંકને તો રોકડ રકમ મેળવવા કોઈ જ છૂટ અપાતી નથી.

૫૫થી વધુ વયના પેન્શન બચતકારોને નવી પેન્શન આઝાદીનો કડવો અનુભવ થયો છે. આશરે ૧૦૦,૦૦૦થી વધુ બચતકારોને તેમના પેન્શનના નાણા ઉપાડવા અથવા નાણાકીય સલાહ મેળવવા માટે આકરી ફી ચુકવવી પડતી હતી. બીજી તરફ, હજારો લોકોએ તેમની બચતના નાણા પરત મળે તે પહેલા સ્વતંત્ર ફાઈનાન્સિયલ સલાહ માટે £૨,૦૦૦ સુધીની ફી ચુકવી છે.

ઈન્ડસ્ટ્રી વિશ્લેષકોના જણાવ્યા મુજબ પેન્શન સુધારાનો લાભ મેળવવાપાત્ર ૧૦માંથી એક બચતકારે તેમની બચત મેળવવા ચુકવણી કરવી પડશે. ધ એસોસિયેશન ઓફ બ્રિટિશ ઈન્સ્યુરર્સે આ બાબતને સમર્થન આપ્યું છે કે જે તેઓ વહેલા નાણા ઉપાડવા માગતા હશે તો ‘અર્લી એક્ઝિટ ફી’ ચુકવવાની થશે.

પેન્શન સુધારાઓના ૬૦ દિવસ પછી પેન્શન પ્રોવાઈડર્સને વધુ દસ લાખ પૂછપરછ કોલ્સ મળ્યાં હતા. આનો અર્થ એ કે ૧૦૦,૦૦૦ લોકોને તેમની રકમ મેળવવા નાણા ચુકવવા પડશે તેવી જાણકારી અપાઈ છે. મોટી સંખ્યામાં પેઢીઓ તેમના ગ્રાહકોને ફ્લેક્સિબિલીટી આપતી નથી, પરિણામે લોકોને એન્યુઈટી ખરીદવાની અથવા બચત અન્યત્ર ખસેડવા ફરજ પડે છે. હરીફ કંપનીમાં પેન્શન ભંડોળ ટ્રાન્સફર કરવા પણ ભારે ચાર્જ ચુકવવા પડે છે.

પેન્શન એક્ઝિટ ફી પર મર્યાદા આવ...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.