ફરાહના લંડન ઓલિમ્પિક્સ મેડલ સામે ખતરો

ફરાહના લંડન ઓલિમ્પિક્સ મેડલ સ

બ્રિટનના દોડવીર મોહમ્મદ ફરાહે ૨૦૧૨માં લંડન ઓલિમ્પિક્સમાં જીતેલો ગોલ્ડ મેડલ છીનવી લેવામાં આવે તેવા સંજોગો સર્જાયા છે. લંડન ઓલિમ્પિક્સ પહેલા ફરાહે બે ડોપ ટેસ્ટમાં ભાગ લીધો ન હોવાથી સ્થિતિ સર્જાઇ છે.

લંડનઃ બ્રિટનના દોડવીર મોહમ્મદ ફરાહે ૨૦૧૨માં લંડન ઓલિમ્પિક્સમાં જીતેલો ગોલ્ડ મેડલ છીનવી લેવામાં આવે તેવા સંજોગો સર્જાયા છે. અહેવાલ અનુસાર, લંડન ઓલિમ્પિક્સ પહેલા ફરાહે બે ડોપ ટેસ્ટમાં ભાગ લીધો ન હોવાથી સ્થિતિ સર્જાઇ છે. ફરાહ પહેલી વખત ૨૦૧૦ના ડોપ ટેસ્ટમાં સામેલ થયો ન હતો. જ્યારે બીજી વખત ફેબ્રુઆરી ૨૦૧૧માં પણ તેણે ડોપ ટેસ્ટ આપ્યો નહોતો. ૨૦૧૧માં અધિકારીઓ ડોપ ટેસ્ટ માટે તેના ઘરે ગયા હતા, પણ તેણે દાવો કર્યો હતો કે તેણે દરવાજાની ઘંટડી સાંભળી ન હતી. નોંધનીય છે કે ફરાહે લંડન ઓલિમ્પિક્સમાં ૫ હજાર અને ૧૦ હજાર મીટર રેસમાં ગોલ્ડ મેડલ જીત્યા હતા. યુકેના એન્ટિ-ડોપિંગ નિયમો પ્રમાણે કોઈ એથ્લીટ બાર મહિનામાં ત્રણ વખત ડોપ ટેસ્ટ આપવામાં નિષ્ફળ રહે તો તેને ચાર વર્ષ સુધીના પ્રતિબંધનો સામનો કરવો પડી શકે છે.

ફરાહના લંડન ઓલિમ્પિક્સ મેડલ સ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.