માધાપરમાં સ્વ. વી. કે. પટેલની પ્રતિમાનું અનાવરણ

માધાપરમાં સ્વ. વી. કે. પટેલની પ
madhapar

માધાપરમાં સામાજિક આગેવાન સ્વ. વી. કે. પટેલની પ્રતિમાનું અનાવરણ કરાયું હતું. આ પ્રસંગે સદ્ગતની સેવાઓને યાદ કરાઇ હતી.

માધાપરઃ માધાપરમાં સામાજિક આગેવાન સ્વ. વી. કે. પટેલની પ્રતિમાનું અનાવરણ કરાયું હતું. આ પ્રસંગે સદ્ગતની સેવાઓને યાદ કરાઇ હતી.

એમ.એસ.વી. હાઇસ્કૂલમાં આયોજિત અનાવરણ સમારંભમાં કરશનભાઇ પીંડોરીયા, અશોકભાઇ વરસાણી, સ્વ. વી. કે. પટેલ પરિવાર વતી નાનાલાલભાઈ, પરસોત્તમભાઇ, પ્રેમીલાબેન પટેલ ખાસ લંડનથી આવ્યા હતા.

આ પ્રસંગે લેવા પટેલના અગ્રણી લક્ષ્મણભાઇ રાઘવાણીએ જણાવ્યું હતું કે, સ્વ. પટેલે ગાંધીજીના આદર્શો અને સિદ્ધાંતોનું યોગ્ય અનુકરણ કર્યું હતું. આર.આર. પટેલે હાઇસ્કૂલના વટવૃક્ષના પાયાના પથ્થરના કાર્યકર તરીકે સ્વ. વી. કે. પટેલના યોગદાનને બિરદાવ્યું હતું. રવજીભાઇ હીરાણી, જયંતભાઇ માધાપરીયાએ પણ સદ્ગતના જીવનકાર્યને યાદ કર્યું હતું. કરશનભાઇ પીંડોરીયાએ સ્વ. પટેલના રમતગમત, સમાજ, ગામ અને શિક્ષણ વિશેના વિચારો-પ્રવૃત્તિઓ અને આગેવાનીને લગતી વાત ઉપરાંત યુવાધનને રાહ ચીંધવાનું કાર્ય કયારેય નહીં ભુલાય તેવું જણાવ્યું હતું.

માધાપરમાં સ્વ. વી. કે. પટેલની પ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.