NHSનો દવા પાછળ £૧૩,૦૦૦ કરતા વધુ ખર્ચ બીનઅસરકારક
અર્થશાસ્ત્રીઅોએ કરેલા અભ્યાસમાં જણાયું છે કે NHS દ્વારા પ્રત્યેક દર્દી દીઠ દવા પાછળ ખર્ચવામાં આવેલ £૧૩,૦૦૦ કરતા વધુ રકમ ફાયદા કરતા વધારે નુકશાન કરે છે અને તે માટે બીજી વ્યક્તિના ફંડનો ઉપયોગ થાય છે.
અર્થશાસ્ત્રીઅોએ કરેલા અભ્યાસમાં જણાયું છે કે NHS દ્વારા પ્રત્યેક દર્દી દીઠ દવા પાછળ ખર્ચવામાં આવેલ £૧૩,૦૦૦ કરતા વધુ રકમ ફાયદા કરતા વધારે નુકશાન કરે છે અને તે માટે બીજી વ્યક્તિના ફંડનો ઉપયોગ થાય છે. કેન્સર અને તેના જેવી જીવલેણ બીમારીથી પીડાતા લોકોની મોંઘીદાટ દવાઅો પાછળ કરાતો ખર્ચ સરકારી ફંડના બીનઅસરકારક ઉપયોગ સમાન છે. આ ખર્ચ પર કાબુ મેળવવો જ જોઇએ એમ યુનિવર્સીટી અોફ યોર્કના સેન્ટર અોફ હેલ્થ ઇકોનોમિક્સ દ્વારા જણાવાયું છે.
NHSની વર્તમાન ભલામણ મુજબ નેશનલ ઇન્સ્ટીટ્યુટ અોફ હેલ્થ અને કેર એક્સેલન્સ પ્રતિ વર્ષ £૪૦,૦૦૦ કરતા વધારે રકમ વાપરવાના પક્ષમાં નથી. જોકે 'કેડકાયલા' જેવી કેન્સરની સારવાર માટે NHS કેન્સર ડ્રગ્સ ફંડ દ્વારા £૯૦,૦૦૦ની રકમ વપરાય છે.
