ઈંગ્લેન્ડે આખરે વિજયનું મૂહુર્ત કર્યું

ક્રાઇસ્ટચર્ચઃ વર્લ્ડ કપની પહેલી બે મેચ હારી ગયેલું ઇંગ્લેન્ડ સોમવારે વિજયપથ પર પ્રસ્થાન કર્યું હતું. તેણે ત્રીજા મુકાબલામાં સ્કોટલેન્ડને ૧૧૯ રને હરાવ્યું.

ક્રાઇસ્ટચર્ચઃ વર્લ્ડ કપની પહેલી બે મેચ હારી ગયેલું ઇંગ્લેન્ડ સોમવારે વિજયપથ પર પ્રસ્થાન કર્યું હતું. તેણે ત્રીજા મુકાબલામાં સ્કોટલેન્ડને ૧૧૯ રને હરાવ્યું. ઓપનર મોઇન અલી (૧૨૮)ના સહારે ઇંગ્લેન્ડે ૩૦૩ રનનો જુમલો નોંધાવ્યો હતો. આની સામે સ્કોટલેન્ડનો દાવ ૪૪.૨ ઓવરમાં ૧૮૪ રનમાં સમેટાઇ ગયો હતો. મોઇને બે વિકેટ પણ લીધી હતી. આ રીતે તે ઇંગ્લેન્ડ તરફથી વર્લ્ડ કપમાં સદી ફટકારનારો પહેલો ક્રિકેટર બની ગયો છે.
ઓપનર મોઇન અલી અને ઇયાન બેલ (૫૪)એ પહેલી વિકેટ માટે ૧૭૨ રન ઉમેરીને ટીમને શાનદાર શરૂઆત આપી. મિડલ ઓર્ડરમાં કેપ્ટન ઈયાન મોર્ગને ૪૬ રનની સારી ઇનિંગ્સ રમી હતી. લક્ષ્યનો પીછો કરવા ઊતરેલી સ્કોટલેન્ડ માટે ઓપનર કાઈલે કોએત્ઝરે ૭૧ રન અને વિકેટકીપર મેથ્યુ ક્રોસે ૨૩ રન કર્યા હતા. જોકે આ પછી અન્ય કોઇ બેટ્સમેન ટકી ન શક્યો. ઇંગ્લેન્ડ તરફથી ફિને ત્રણ વિકેટ લીધી. મોઈન અલી, જેમ્સ એન્ડરસન અને ક્રિસ વોક્સને બે-બે વિકેટ મળી.

ઈંગ્લેન્ડે આખરે વિજયનું મૂહુર્ત કર્યું
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.