બીમારીને બહાને રજાઅો પાડતા લોકોને ઠકેાણે લવાશે
જે લોકો બીમારીને બહાને એક મહિના કરતા વધુ સમય માટે રજાઅો પાડીને ઘેર બેસી રહે છે તે લોકોએ નોકરી ચાલુ કરતા પહેલા પોતે સ્વસ્થ છે તેમ સાબીત કરતો 'ફીટનેસ ટેસ્ટ' આપવો પડશે. સરકાર દ્વારા આ અંગે યોજના ઘડવામાં આવી રહી છે જે અંતર્ગત સ્થાનીક જીપી આવા કહેવાતા બીમાર લોકોને 'ફીટનેશ ટેસ્ટ' લેતી સંસ્થાઅો પાસે મોકલશે.

સરકાર માને છે કે અર્થતંત્રને આ યોજના થકી £૯ બિલિયન પાઉન્ડનું નુકશાન થતું અટકશે. યોજનાના અમલ દ્વારા સરકારનો હેતુ લાંબા ગાળા માટે બીમારીનું બહાનુ બતાવીને ઘેર પડ્યા રહેતા લોકોને બેનીફીટ લેતા અટકાવવાનો છે.