ભૂજમાં લંડનવાસીના ઘરમાં ચોરી
ભૂજમાં લંડનવાસી એક રહિશના બંધ ઘરમાં ચોરી થયાનો કિસ્સો નોંધાયો છે.
ભૂજઃ ભૂજમાં લંડનવાસી એક રહિશના બંધ ઘરમાં ચોરી થયાનો કિસ્સો નોંધાયો છે. શહેરમાં એરપોર્ટ રિંગ રોડ ઉપર રૈયાણ રિસોર્ટ ખાતેની રૈયાણ રેસિડન્સીમાં લંડનવાસી શામજીભાઈ વરસાણીના બંધ મકાનનું તાળું તોડીને કોઈએ રૂ. ૯૫ હજારની માલમત્તાની ચોરી કરી હોવાનું પોલીસમાં નોંધાયું છે.
શામજીભાઈના વેવાણ જશુબેન મનજી ગોરસિયા (રહે. સુખપુર)એ આ ચોરી અંગે લખાવેલી ફરિયાદ મુજબ ૨૯ જાન્યુઆરી ૨૦૧૫થી ગત સપ્તાહ સુધીમાં ગમે ત્યારે આ ચોરીનો બનાવ બન્યો છે. આ ઘટનામાં બંધ મકાનના મુખ્ય દરવાજાનાં તાળાં તોડીને તસ્કરો અંદર ઘૂસ્યા હતા. ઘરમાં પડેલી વિવિધ ચીજવસ્તુઓ પૈકી તેઓ રૂ. ૬૫ હજારની કિંમતનું સેમસંગ કંપનીનું એલઇડી ટીવી, સૂટ, સાડી વગેરે મળી રૂ. ૩૦ હજારના કપડાં સહિત કુલ રૂ. ૯૫ હજારનો સામાન તેઓ ઉઠાવી ગયા હતા.
