સંક્ષિપ્ત સમાચાર

• વેસ્ટ ઇન્ડિઝે ૨૧ ફેબ્રુઆરીએ એક મહત્ત્વની મેચમાં પાકિસ્તાનને ૧૫૦ રનથી પરાજય આપ્યો હતો. પાકિસ્તાનનો આ સૌથી મોટો અને સતત બીજો પરાજય છે. પહેલી મેચમાં ભારતે તેને ૭૬ રનથી હરાવ્યું હતું. વેસ્ટ ઇન્ડિઝે પૂલ-બીની મેચમાં ૩૧૦ રન ફટકાર્યા હતા. જ્યારે પાકિસ્તાન માત્ર ૩૯ ઓવરમાં ૧૬૦ રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું.

• પાકિસ્તાનના સતત બે પરાજયથી અકળાયેલા પૂર્વ કેપ્ટન વસીમ અકરમે ટીમના ખેલાડીઓને ચેતવણી આપી છે કે હવે પછીની મેચમાં કોઈ પણ પ્રકારે જીત મેળવવી પડશે નહીં તો દેશ પરત આવી જવું જોઇએ.
• ભારતીય ક્રિકેટ ટીમે વર્લ્ડ કપમાં પ્રથમ બન્ને મેચમાં શાનદાર પ્રદર્શન કરીને ક્રિકેટપ્રેમીઓને પ્રભાવિત કર્યા છે, પણ ભારતના મહાન બેટ્સમેન સચિન તેંડુલકરનું કહેવું છે કે તે ટુર્નામેન્ટમાં ભારતના અત્યાર સુધીના પ્રદર્શનથી ખુશ છે, પરંતુ સંતુષ્ટ નથી. તેના મતે ટીમ હજી પણ રમતમાં વધારે સુધારો કરી શકે છે.
• શ્રીલંકન ટીમને નવોદિત અફઘાનિસ્તાનના લડાયક અભિગમ સામે વિજય મેળવવા માટે ભારે સંઘર્ષ કરવો પડ્યો હતો. રવિવારે રમાયેલા ગ્રૂપ-એના લીગ મુકાબલામાં ૨૩૩નો લક્ષ્યાંક હાંસલ કરવા ભૂતપૂર્વ ચેમ્પિયન શ્રીલંકાને ૪૮.૨ ઓવર સુધી ઝઝૂમવું પડ્યું હતું. એક સમયે તો શ્રીલંકાએ ૫૧ રનના સ્કોરે ચાર વિકેટ ગુમાવી હતી.

સંક્ષિપ્ત સમાચાર
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.