સાઉથ આફ્રિકા સામે ભારતનો ઐતિહાસિક વિજય

સાઉથ આફ્રિકા સામે ભારતનો ઐતિહાસિક વિજય

મેલબોર્નઃ ટીમ ઇંડિયાએ વર્લ્ડ કપમાં વિજયકૂચ ચાલુ રાખતા પાકિસ્તાન બાદ હવે સાઉથ આફ્રિકાને પછાડ્યું છે. ભારતે વર્લ્ડ કપમાં પાકિસ્તાનને હરાવી જીતનો રેકોર્ડ કાયમ રાખ્યો હતો અને હવે વર્લ્ડ કપમાં સાઉથ આફ્રિકાની સામે પ્રથમ વખત વિજય મેળવ્યો છે. 

મેલબોર્નઃ ટીમ ઇંડિયાએ વર્લ્ડ કપમાં વિજયકૂચ ચાલુ રાખતા પાકિસ્તાન બાદ હવે સાઉથ આફ્રિકાને પછાડ્યું છે. ભારતે વર્લ્ડ કપમાં પાકિસ્તાનને હરાવી જીતનો રેકોર્ડ કાયમ રાખ્યો હતો અને હવે વર્લ્ડ કપમાં સાઉથ આફ્રિકાની સામે પ્રથમ વખત વિજય મેળવ્યો છે.
ટીમ ઇંડિયાએ મેચ જીતવા માટે સાઉથ આફ્રિકાને ૩૦૮ રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેને હાંસલ કરવામાં આફ્રિકાની ટીમ નિષ્ફળ રહી હતી. ૪૦.૨ ઓવરમાં માત્ર ૧૭૭ રન બનાવીને સાઉથ આફ્રિકાનો દાવ સમેટાયો હતો. સાઉથ આફ્રિકાનો વર્લ્ડ કપમાં આટલો ભૂંડો પરાજય ક્યારેય થયો નથી.
ભારતની જીતનું શ્રેય મેન ઓફ ધી મેચ શિખર ધવનને ફાળે જાય છે કે જેણે પોતાની કેરિયરની શ્રેષ્ઠ સદી ફટકારી ભારતની સ્થિતિ મજબૂત કરી, તો વળી અશ્વિને શ્રેષ્ઠ બોલિંગ કરી સૌથી વધુ ત્રણ વિકેટ ઝડપી હતી. શમી અને મોહિત શર્માએ બે-બે વિકેટ લીધી. દક્ષિણ આફ્રિકા માટે ડુપ્લેસિસે સૌથી વધુ ૫૫ રન કર્યા હતા.
શાનદાર પ્રદર્શન કરનાર શિખર ધવને જણાવ્યું હતું કે મારી સફળતાનું રહસ્ય છે ખરાબ તબક્કામાં પણ ધીરજ જાળવી રાખવી. ધવન ઓસ્ટ્રેલિયામાં રમાયેલી ત્રિકોણીય શ્રેણીમાં સારો દેખાવ કરી શક્યો નહોતો, પણ વર્લ્ડ કપની બન્ને મેચમાં તેણે આકર્ષક દેખાવ કર્યો છે.
ભારતની જીતનાં કારણો
જે રીતે પાકિસ્તાનની સામે શતકવીર વિરાટ કોહલીએ રૈના અને ધવનની મદદથી સદી ફટકારી ભારતની સ્થિતિ મજબૂત કરી હતી તે રીતે સાઉથ આફ્રિકાની સામે શિખર ધવને મોરચો સંભાળ્યો હતો. ધવને વિરાટની સાથે ૧૨૭ રનની ભાગીદારી કરી. બાદમાં રહાણેની સાથે ૧૨૫ રનની ભાગીદારી કરી. ધવનના ઐતિહાસિક ૧૩૭ રનને કારણે ભારત મજબૂત સ્થિતિમાં આવી ગયું. આ પછી ભારતે બેટિંગ પાવર-પ્લે દરમિયાન કોઇ પણ વિકેટ ખોયા વગર ધૂંઆધાર ૪૪ રન કર્યા, જે ૨૦૧૦થી અત્યાર સુધી એશિયાની બહાર સાઉથ આફ્રિકાની ટીમની વિરુદ્ધ બીજો સૌથી શ્રેષ્ઠ પાવર-પ્લે સ્કોર છે.
સાઉથ આફ્રિકાની હારનાં કારણો
સાઉથ આફ્રિકાની ટીમ પોતાની ફિલ્ડિંગ માટે હંમેશાં પ્રખ્યાત રહી છે પણ રવિવારે તે ફિલ્ડિંગમાં ફેઇલ રહી. ૨૦મી ઓવર લઇ આવેલા પાર્નેલના પહેલા બોલે ધવને બેકવર્ડ પોઇન્ટ પર એક શોટ માર્યો જેને ત્યાં ફિલ્ડિંગ કરી રહેલા હાશિમે ડ્રોપ કરી દીધો. આ કેચ થઇ ગયો હોત તો ધવન માત્ર ૫૩ રને જ આઉટ થઇ ગયો હોત. સાઉથ આફ્રિકાને તેના બોલર પાર્નેલ પર પૂરો વિશ્વાસ હતો તેથી તેને ૯ ઓવર ફેંકવા દીધી. જોકે બન્યું એવું કે પાર્નેલ આ વખતે બોલિંગમાં ફેલ રહ્યો અને તેણે ૮૫ રન આપ્યા અને એક શરમજનક રેકોર્ડ કર્યો.

સાઉથ આફ્રિકા સામે ભારતનો ઐતિહાસિક વિજય
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.