• લેબર પાર્ટીના હેરિયટ યેઓ Ukipમાં જોડાયાં

લેબર પાર્ટીની નેશનલ એક્ઝિક્યુટિવ કમિટીના પૂર્વ ચેરમેન હેરિયટ યેઓ ઈયુ રેફરન્ડમના મુદ્દે પક્ષ છોડી નાઈજલ ફરાજના Ukipમાં જોડાઈ ગયાં છે. યુરોપિયન યુનિયનમાં બ્રિટનના સભ્યપદ મુદ્દે લેબર નેતા એડ મિલિબેન્ડે જનમત ઓફર કરવા ઈન્કાર કર્યો હોવાથી હેરિયટ યેઓએ રાજીનામું આપી દીધુ છે. તેઓ ૨૦૧૨-૨૦૧૩માં લેબર પાર્ટીમાં નેશનલ એક્ઝિક્યુટિવ કમિટીના અધ્યક્ષ હતાં.

લેબર પાર્ટીની નેશનલ એક્ઝિક્યુટિવ કમિટીના પૂર્વ ચેરમેન હેરિયટ યેઓ ઈયુ રેફરન્ડમના મુદ્દે પક્ષ છોડી નાઈજલ ફરાજના Ukipમાં જોડાઈ ગયાં છે. યુરોપિયન યુનિયનમાં બ્રિટનના સભ્યપદ મુદ્દે લેબર નેતા એડ મિલિબેન્ડે જનમત ઓફર કરવા ઈન્કાર કર્યો હોવાથી હેરિયટ યેઓએ રાજીનામું આપી દીધુ છે. તેઓ ૨૦૧૨-૨૦૧૩માં લેબર પાર્ટીમાં નેશનલ એક્ઝિક્યુટિવ કમિટીના અધ્યક્ષ હતાં.

• ફેસબુકના માધ્યમથી બાળાઓનું જાતિય શોષણ

વેમ્બલીના મોહમ્મદ સારંગે ફેસબુક પર ખોટા નામના એકાઉન્ટ મારફત અનેક બાળાઓને લલચાવી જાતિય શોષણ આચર્યું હતુ. જોકે, તે જેલ જવાથી બચી ગયો હતો. તેને બે વર્ષની સસ્પેન્ડ્ડ જેલની સજા થઈ હતી. સારંગે મોડેલિંગ એજન્ટનો વેશ ધારણ કરી સગીર બાળાઓને વેબકામ પર વસ્ત્રો ઉતારી સેક્સ્યુઅલ પ્રવૃત્તિ આચરવા લલચાવી હતી.

• શિક્ષકને છરીના ઘા મારવા છતાં વિદ્યાર્થીને £૭૫નો દંડ

માલવર્ન, વર્સેસ્ટરશાયર ટેકનોલોજી કોલેજના વર્ગખંડમાં શિક્ષકને ચાકુના ઘા મારનારા અને અન્ય વિદ્યાર્થિનીને ઘાયલ કરનારા ૧૩ વર્ષના વિદ્યાર્થીને વર્સેસ્ટર યુથ કોર્ટે મુક્ત કરી દીધો હતો. ગયા વર્ષે આઠ સપ્ટેમ્બરની ઘટનામાં શિક્ષક અને વિદ્યાર્થિનીને ૭૫-૭૫ પાઉન્ડ ચુકવવા કોર્ટે વિદ્યાર્થીને ફરમાવ્યું હતું. છોકરાની ધરપકડ પછી તેની બેગમાંથી લાંબા ચાકુ મળી આવ્યા હતા.

• ડ્રગ્સની ફેક્ટરી ચલાવનારા બે અપરાધીને જેલ

લેસ્ટરશાયરમાં £૩૫ મિલિયન ડ્રગ્સ સામ્રાજ્યના ભાગરૂપે કેનાબિસ ફેક્ટરી સ્થાપનારા બે અપરાધી નિર્મલ સૌંદ અને તેના ભત્રીજા ડેરિલ સૌંદને બર્મિંગહામ ક્રાઉન કોર્ટે અનુક્રમે ૧૦ વર્ષ અને છ મહિના તેમ જ નવ વર્ષની સજા ફરમાવી હતી. આ અપરાધી કાકા-ભત્રીજાએ સમગ્ર મિડલેન્ડ્સમાં ગાંજા-ચરસના ૩૦૦૦થી વધુ છોડનાં વાવેતરનું સામ્રાજ્ય ઉભું કર્યું હતું.

• બળાત્કાર અને બાળ યૌનશોષણ ગુનામાં જેલ

પૂર્વ ફેક્ટરી વર્કર ૨૧ વર્ષીય સહામ અમીનને તેના સ્ટોરબ્રિજ ઘરમાં ૧૪ વર્ષીય બાળા પર બળાત્કાર અને તેની ૧૩ વર્ષની મિત્ર સાથે બાળ યૌનશોષણના હુમલાના ગુનામાં વુલ્વરહેમ્પ્ટન ક્રાઉન કોર્ટ દ્વારા છ વર્ષ અને આઠ મહિનાની જેલની સજા કરવામાં આવી છે. અમીને આ બે બાળા પર જાતિય હુમલો કરતા પહેલા તેમને ભરપૂર શરાબ પીવડાવ્યો હતો. અમીનને આજીવન સેક્સ ઓફેન્ડર્સ રજિસ્ટરમાં મૂકાશે.

• બેનિફિટ્સ મેળવવા કોમ્યુનિટી કાર્ય કરવા કેમરનની સલાહ

વડા પ્રધાન ડેવિડ કેમરને ૧૮થી ૨૧ વર્ષની વયના હજારો નોકરીવિહોણા તરુણોને બેનિફિટ્સ મેળવવાં કોમ્યુનિટી કાર્ય કરવા જણાવ્યું છે. કન્ઝર્વેટિવ પાર્ટીએ તેના ચૂંટણી મેનિફેસ્ટોમાં વેલ્ફેર સુધારા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ભાવિ ટોરી શાસનમાં છ મહિના સુધી નોકરી નહિ ધરાવતા હજારો તરુણો કોમ્યુનિટી કાર્ય ન કરે અથવા એપ્રેન્ટિસ તરીકે કાર્ય કરવા સંમત ન થાય તો બેનિફિટ્સ ક્લેઈમ કરતા અટકાવાશે.

• લેબર પાર્ટીના હેરિયટ યેઓ Ukipમ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.