• લેબર સાંસદોની પેઈડ ડિરેક્ટરશિપ પ્રતિબંધિત કરાશે

લેબર પાર્ટીના નેતા એડ મિલિબેન્ડે સ્પષ્ટ કર્યું છે કે તેઓ તેમના પક્ષના સાંસદોની પેઈડ ડિરેક્ટરશિપની ભૂમિકા પર પ્રતિબંધ લગાવશે.

લેબર પાર્ટીના નેતા એડ મિલિબેન્ડે સ્પષ્ટ કર્યું છે કે તેઓ તેમના પક્ષના સાંસદોની પેઈડ ડિરેક્ટરશિપની ભૂમિકા પર પ્રતિબંધ લગાવશે. તેમના વેતનના ૧૫ ટકાથી વધુ રકમ ખાનગી ભૂમિકામાં મેળવવા કર પ્રતિબંધ મૂકવા માટે પણ પરામર્શ કરશે. કેશ ફોર એક્સેસ કૌભાંડ સંદર્ભે સાંસદોને પેઈડ ડિરેક્ટરશિપ અથવા કન્સલ્ટન્સી મેળવવા પર પ્રતિબંધ લાદવા મિલિબેન્ડે વડા પ્રધાન કેમરનને પત્ર પાઠવ્યો છે.

• જેક સ્ટ્રો ખાનગી કંપનીના સલાહકાર બોર્ડમાં નોકરી લેશે

પૂર્વ ફોરેન સેક્રેટરી જેક સ્ટ્રોએ ચૂંટણી પછી ખાનગી કંપની સેનેટર ઈન્ટરનેશનલના સલાહકાર બોર્ડમાં સ્થાન લેવાનું સ્વીકારી લીધું છે. સ્ટ્રોએ આ જ કંપનીનું ખાનગી લોબિઈંગ કેબિનેટ ઓફિસ મિનિસ્ટર ફ્રાન્સિસ મૌડ સમક્ષ કર્યું હતું. આ ફર્નિચર પેઢીને આગળ વધારવામાં અને સરકારી કોન્ટ્રાક્ટ્સ મેળવી આપવામાં સ્ટ્રોએ મદદ કરી હતી. દરમિયાન, આ જ કૌભાંડ સંદર્ભે ટોરી પાર્ટીમાંથી સસ્પેન્ડ સર માલ્કોમ રિફકિન્ડ સિક્યુરિટી કમિટીના ચેરમેનપદેથી રાજીનામું આપી દીધુ હતું અને સાંસદ તરીકે પણ રાજીનામું આપશે તેવા અહેવાલો છે.

• એન્ડી કૌલ્સન સામે પર્જરિની ટ્રાયલ ચાલશે

ડાઉનિંગ સ્ટ્રીટના પૂર્વ કોમ્યુનિકેશન્સ ડિરેક્ટર એન્ડી કૌલ્સને ૨૦૧૦માં સ્કોટલેન્ડના ગ્લાસગોમાં સોગંદ હેઠળ ખોટી જુબાની આપવાના આરોપસર ટ્રાયલનો સામનો કરવો પડશે. ન્યૂઝ ઓફ વર્લ્ડના પૂર્વ એડિટર એડિનબરામાં હાઈ કોર્ટ સમક્ષ સુનાવણીમાં ઉપસ્થિત થયા હતા. હાઈ કોર્ટે ટ્રાય માટે ૨૧ એપ્રિલની તારીખ નિશ્ચિત કરી હતી.

• પેન્શનરો બાકી વસ્તી કરતા વધુ ધનવાન

આપણા પેન્શનરો ભૂતકાલીન પેન્શનર અને વર્તમાન યુવા સમકક્ષોથી ઘણાં આગળ નીકળી ગયા છે. ડેટા અનુસાર પેન્શનરો બાકીની વસ્તી કરતા વધુ ગરીબ નથી. હાઉસિંગ કોસ્ટની ગણતરી પછી પેન્શનરોની મધ્ય આવક વાસ્તવમાં બિન-પેન્શનરોની મધ્ય આવક કરતા ઘણી ઊંચી છે. ૧૯૯૨માં પેન્શનરોની મધ્ય આવક બાકીની વસ્તી કરતા ૨૦ ટકા પાછળ હતી, ૨૦૦૭-૦૮માં તેઓ પાંચ ટકા પાછળ હતા અને આજે તેઓ પાંચ ટકા આગળ છે.

• લેબર સાંસદોની પેઈડ ડિરેક્ટર
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.