• સર માલ્કોમ રિફકિન્ડ કન્ઝર્વેટિવ પાર્ટીમાંથી સસ્પેન્ડ

‘કેશ ફોર એક્સેસ’ કૌભાંડના પગલે કન્ઝર્વેટિવ પાર્ટીએ પૂર્વ ફોરેન સેક્રેટરી અને ઈન્ટેલિજન્સ એન્ડ સિક્યુરિટી કમિટીના ચેરમેન સર માલ્કોમ રિફકિન્ડની પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા હતા.

‘કેશ ફોર એક્સેસ’ કૌભાંડના પગલે કન્ઝર્વેટિવ પાર્ટીએ પૂર્વ ફોરેન સેક્રેટરી અને ઈન્ટેલિજન્સ એન્ડ સિક્યુરિટી કમિટીના ચેરમેન સર માલ્કોમ રિફકિન્ડની પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા હતા.

બે પૂર્વ ફોરેન સેક્રેટરી સર માલ્કોમ અને જેક સ્ટ્રોએ દૈનિક ઓછામાં ઓછાં £૫,૦૦૦ની ચુકવણી સામે બનાવટી ચાઈનીઝ કંપની વતી રાજકારણી તરીકે પોતાની વગનો ઉપયોગ કરવાની ઓફર કરી હતી. સસ્પેન્ડ કરાયાની જાહેરાત પછી સર માલ્કોમે બીબીસીના ડેઈલી પોલિટિક્સ કાર્યક્રમમાં જણાવ્યું હતું કે મારી પૂર્વ પ્રોફેશનલ જિંદગી અનુસાર જીવનધોરણ હોય તેમ હું પણ ઈચ્છતો હતો.

• વ્હાઈટહોલમાં ઈસ્લામિક ઉદ્દામવાદીઓની ઘૂસણખોરી

રાજકીય પક્ષો અથવા સંગઠનોમાં ઉદ્દામવાદીઓની ઘૂસણખોરી ભૂતકાળની વાત નથી. કેબિનેટમાં પ્રધાનપદ મેળવનાર પ્રથમ મુસ્લિમ મહિલા બેરોનેસ સઈદા વારસીએ ઈસ્લામિક જૂથો સાથે સંપર્ક ધરાવતા લોકોને સત્તાવાર ભૂમિકાઓ આપી હતી. લેડી વારસીએ દેશમાં મુસ્લિમવિરોધ પર દેખરેખ રાખતા વર્કિંગ જૂથમી સ્થાપના કરી હતી. આવા કેટલાંક ઉદ્દામવાદીઓ વિદેશી કટ્ટરવાદી ઉપદેશકો પર બ્રિટનમાં પ્રવેશબંધી હટાવી લેવાં દબાણ કરી રહ્યાં છે.

• સીરિયા ભાગેલી ત્રણ વિદ્યાર્થિની પોલીસની નજરમાં હતી

સીરિયામાં ઈસ્લામિક સ્ટેટ સાથે જોડાવા ઘેરથી ભાગી ગયેલી મનાતી શાળાની ત્રણ વિદ્યાર્થિનીની બે મહિના અગાઉ જ ડિટેક્ટિવો દ્વારા પૂછપરછ કરાઈ હતી. ઈસ્ટ લંડનની બેથ્નલ ગ્રીન એકેડેમીની આ વિદ્યાર્થિનીઓને શોધી કાઢવા અભૂતપૂર્વ જાહેર અપીલો કરાઈ હતી. આ છોકરીઓની પૂર્વ મિત્ર ડિસેમ્બરમાં સીરિયા પહોંચી ત્યારે શમીમા બેગમ, કાદીઝા સુલતાના અને એક અનામી સ્ટુડન્ટની પૂછપરછ કરાઈ હતી, પરંતુ તેમના પર નજર રખાઈ ન હતી.

• ગરીબોના હિમાયતી બિશપને વર્ષે £૨૫૦,૦૦૦થી વધુ રકમ

લેસ્ટરના બિશપ અને ગરીબોના હિમાયતી ટિમ સ્ટીવન્સ વેતન, સુવિધાઓ અને એલાવન્સ તરીકે વર્ષે £૨૫૦,૦૦૦થી વધુ રકમ મેળવે છે. હાઉસ ઓફ લોર્ડ્સમાં બિશપોના નેતા તરીકે ટીમ સ્ટીવન્સે ગરીબો પ્રત્યે સરકારના વલણનો તીવ્ર વિરોધ કરતો પત્ર વડા પ્રધાન કેમરનને પાઠવ્યો હતો. તેમણે વેલ્ફેર મર્યાદા અને બેનિફિટ્સમાં કાપને વખોડી કાઢ્યો હતો.

• ત્રાસવાદીઓને ભંડોળ માટે ઈસ્લામિક ચેરિટીઝની ધાકધમકી

ઈસ્લામિક ચેરિટીઝ સીરિયા સંબંધિત અભિયાનો માટે ભંડોળ ઉઘરાવવા ધાકધમકીની નીતિ અપનાવી રહી છે. આ દાન ગુપ્તપણે ક્રિમિનલ અને ત્રાસવાદી પ્રવૃત્તિઓને નાણાકીય સહાય આપવામાં વપરાતું હોવાની પોલીસને શંકા છે. વણનોંધાયેલી ઈસ્લામિક ચેરિટીઝના પ્રતિનિધિ ઘેર-ઘેર ફરી નાણા એકત્ર કરે છે અને નાણા નહિ આપનાર મુસ્લિમો સાથે ગેરવર્તન કરે છે. ફંડ ઉઘરાવનારા ટ્રાફિક લાઈટ્સ પર ડ્રાઈવરોને લક્ષ્ય બનાવી બળજબરીથી નાણા પડાવે છે, તેમ પોલીસ દ્વારા કહેવાયું છે.

• હેરો કાઉન્સિલે ફૂડ હાઈજિન સુધારવા કવાયત આરંભી

ફૂડ હાઈજિનના મુદ્દે દેશમાં પાંચમા ક્રમના ખરાબ બરો કે ડિસ્ટ્રિક્ટ જાહેર કરાયા પછી હેરો કાઉન્સિલે ઈન્સ્પેકશન્સ સુધારવા ભારે કવાયત હાથ ધરી છે. કન્ઝ્યુમર રાઈટ્સ ગ્રૂપ Which?અનુસાર બરોના ૩૧ ટકા બિઝનેસીસ સંતોષકારક અથવા તેથી ઊંચા ધોરણસરના નથી. હેરોના કાઉન્સિલર વર્ષા પરમારે જણાવ્યું હતું કે કાઉન્સિલ સ્વચ્છતાના ધોરણો ઊંચા લાવવા કાર્યરત છે.

• એજવેરમાં બનાવટી આલ્કોહોલ વેચનારાને દંડ

એજવેરમાં મોલિસન વે ફૂડ એન્ડ વાઈન બિઝનેસના માલિક રાજેન્દ્રમ યશોધરન સામે હેરો ટ્રેડિંગ સ્ટાન્ડર્ડ્સ દ્વારા બીજી વખત કાનૂની કાર્યવાહી કરવામાં આવી હતી. વારંવાર બનાવટી આલ્કોહોલ વેચવા બદલ તેને £૧,૫૦૦ દંડ તેમ જ કાનૂની ખર્ચ તરીકે £૧,૨૫૦ ચુકવવા આદેશ કરાયો હતો. બોટલ્સમાં આલ્કોહોલનું પ્રમાણ ઓછું હોવા ઉપરાંત, તેના લેબલ્સ પણ બનાવટી હતાં.

• ફેસબુક પર હિટલરની પ્રશંસા બદલ શિક્ષકને દંડ

ફેસબુક પર ‘યુ વેર રાઈટ’ની ટીપ્પણી સાથે એડોલ્ફ હિટલરનું ચિત્ર મૂકવા બદલ ટાવર હેમ્લેટ્સ, ઈસ્ટ લંડનના શિક્ષક મહમૂદુલ ચૌધરીને £૪૬૫નો દંડ કરવામાં આવ્યો છે. ફેસબુકમાં તેના મિત્ર અને યહુદી વિદ્યાર્થીએ આની જાણ પોલીસને કરી હતી. તેણે બ્રોમલી મેજિસ્ટ્રેટ્સ કોર્ટ સમક્ષ વંશીય ઉશ્કેરણીનો પોતાનો ગુનો કબૂલ કર્યો હતો. તે પોતાની નોકરી પણ ગુમાવી શકે છે.

• આગમાં આઠની હત્યાનો શકમંદ વર્ષો પછી પાકિસ્તાનમાં ઝડપાયો

એક દાયકા કરતા વધુ સમય અગાઉ હડર્સફિલ્ડના બિર્કબીમાં ઘરની આગમાં પરિવારના આઠ સભ્યના મોત પછી શકમંદ શાહિદ મોહમ્મદને પાકિસ્તાનમાં ઝડપી લેવાયો હતો. મે ૨૦૦૨ની ઘટનામાં ચિશ્તી પરિવારના પાંચ બાળકો અને ત્રણ પુખ્ત સભ્યો મોતને ભેટ્યા હતા. અન્ય ત્રણને જુલાઈ ૨૦૦૩માં સજા થઈ હતી, પરંતુ શાહિદ નાસી છૂટ્યો હતો અને પોલીસને તેની તલાશ હતી.

• સર માલ્કોમ રિફકિન્ડ કન્ઝર્વ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.