દાહોદનો વતની રૂ. ૨૭ લાખનાં સોના સાથે ઝડપાયોઃ
અમદાવાદનાં ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ગત સપ્તાહે એર અરેબિયાની ફ્લાઇટમાં આવેલા દાહોદના વતની મુસ્તફા ખાનભાઇવાલાને રૂ. ૨૭.૮૨ લાખનું દાણચોરીનું સોનું લાવતાં ઝડપી લેવાયો છે.
અમદાવાદનાં ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ગત સપ્તાહે એર અરેબિયાની ફ્લાઇટમાં આવેલા દાહોદના વતની મુસ્તફા ખાનભાઇવાલાને રૂ. ૨૭.૮૨ લાખનું દાણચોરીનું સોનું લાવતાં ઝડપી લેવાયો છે. પકડાયેલા પ્રવાસીએ ૧૦૪૯.૭૬૦ ગ્રામ સોનું દુબઇથી ખરીદીને હેન્ડબેગના બે મૂવિંગ ટાયર કાઢીને તેના બદલે સોનાનાં ટાયર મેટાલિક વાયરની મદદથી લગાવી દીધાં હતાં.
