ધ વોઇસ ટીવીમાં વિકેશને વોટ આપો

વેમ્બલીમાં રહેતા માત્ર ૧૯ વર્ષના વિકેશ ચાંપાનેરી યુકેમાં બીબીસીની જાણીતી 'ધ વોઇસ યુકે'ની ગાયન સ્પર્ધાની સેમી ફાઇનલમાં પહોંચ્યા છે. સમગ્ર યુકેમાંથી પસંદગી પામેલા ગાયકો શ્રોતાઓ અને સંગીતજગતની હસ્તીઓ- સર ટોમ જોન્સ અને રીટા ઓરા, રિકી વિલ્સન વગેરે સામે તેઅો પર્ફોમ કરશે.

વેમ્બલીમાં રહેતા માત્ર ૧૯ વર્ષના વિકેશ ચાંપાનેરી યુકેમાં બીબીસીની જાણીતી 'ધ વોઇસ યુકે'ની ગાયન સ્પર્ધાની સેમી ફાઇનલમાં પહોંચ્યા છે. સમગ્ર યુકેમાંથી પસંદગી પામેલા ગાયકો શ્રોતાઓ અને સંગીતજગતની હસ્તીઓ- સર ટોમ જોન્સ અને રીટા ઓરા, રિકી વિલ્સન વગેરે સામે તેઅો પર્ફોમ કરશે. 'ધ વોઇસ યુકે ટીવી'ની આ ચોથી શ્રૃંખલા છે. 'ધ વોઇસ યુકે' અને આવા પ્રકારના બીજા કોઇ શો માટે પ્રથમવાર કોઇ ગુજરાતી ગાયક પસંદગી પામ્યા છે. વિકેશ ચાંપાનેરીએ તેની સંગીત ક્ષેત્રની કારકિર્દીનો પ્રારંભ સ્થાનિક કોમ્યુનિટી સેન્ટર અને મંદિરોમાં પરંપરાગત ભજન ગાયકીથી શરૂ કરી હતી. આ સેમી ફાઇનલ એપિસોડ ‘ધ વોઇસ યુકે’ શનિવાર, ૨૮ માર્ચના રોજ 'બીબીસી વન' પર સાંજે ૭ઃ૧૫ કલાકે પ્રસારિત થશે. વિકેશને ફાઇનલ સુધી પહોંચવા આપના વોટની જરૂરીયાત છે, માટે આ કાર્યક્રમ અવશ્ય નિહાળો અને વિકેશને વોટ આપો.

ધ વોઇસ ટીવીમાં વિકેશને વોટ આપો
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.