મુંબઈની ચોપાટીને મળ્યું નવું નામ

મુંબઈમાં આવનારી કોઈપણ વ્યક્તિ માટે ત્યાંની જાણીતી જગ્યા ચોપાટી પર ચાટ ખાવા જવું તેનું આકર્ષણ હોય છે.
મુંબઈમાં આવનારી કોઈપણ વ્યક્તિ માટે ત્યાંની જાણીતી જગ્યા ચોપાટી પર ચાટ ખાવા જવું તેનું આકર્ષણ હોય છે. હવે આ જગ્યા ચોપાટી નહીં પરંતુ ‘સ્વરાજ ભૂમિ’ તરીકે ઓળખાશે. ભાજપના નેતૃત્વ હેઠળની મહારાષ્ટ્ર સરકારે મુંબઇમાં ગિરગાંવ ચોપાટીનું નામ બદલવાનો નિર્ણય કર્યો છે. સ્વાતંત્ર્ય સેનાની લોકમાન્ય તિલકના અંતિમ સંસ્કાર જ્યાં થયા હતા તે આ ગિરગાંવ ચોપાટીને ‘સ્વરાજ ભૂમિ’નું નવું નામ અપાશે.
