મોરૈયાના મીઠા પૂડલા

મોરૈયાના મીઠા પૂડલા...

આ સપ્તાહની લિજ્જતદાર વાનગી

સામગ્રીઃ દોઢ કપ મોરૈયાનો લોટ • અડધો કપ સાકર • એક ચમચો ઘી • ત્રણ ચમચા દહીં • પા ચમચી એલચીનો ભુક્કો • જરૂરત અનુસાર દૂધ • શેકવા માટે ઘી • ચાર ચમચી મધ • અડધો કપ પાકા કેળાનાં પતીકાં • અડધો કપ અખરોટના ટુકડા

રીતઃ એક મોટા બાઉલમાં મોરૈયાનો લોટ, સાકર, ઘી, દહીં, એલચીનો ભુક્કો ઉમેરીને બરાબર મિક્સ કરો. ત્યાર બાદ તેમાં જરૂર પ્રમાણે દૂધ ઉમેરીને ખૂબ ફીણો અને ખીરું તૈયાર કરો. હવે એક નોન-સ્ટિક પેન ગરમ કરો. ગરમ થાય એટલે થોડું ઘી લગાવો. તૈયાર કરેલા ખીરામાંથી થોડા જાડા પૂડલા ઉતારો. પૂડલાને બન્ને બાજુથી ઘી લગાવીને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો. મોરૈયાનો લોટ ચીકણો હોવાથી જો પૂડલા પેન પર ચોંટતા હોય તો ઘી વધુ લગાવવું. પૂડલા તૈયાર થઈ જાય એટલે સર્વિંગ પ્લેટમાં રાખો. એના પર એક ચમચી મધ લગાવો. અખરોટ અને કેળાનાં પતીકાં ભભરાવી ગરમ-ગરમ સર્વ કરો.

મોરૈયાના મીઠા પૂડલા...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.