• ત્રાસવાદ, ડ્રગ્સની હેરફેરની શંકાએ નાના બાળકોની તપાસ

પોલીસ દ્વારા ગત પાંચ વર્ષમાં ત્રાસવાદ, ડ્રગ્સની હેરફેર અને અપેક્ષિત હિંસાની શંકા પરથી પાંચ વર્ષથી નીચેના ૨૮૮ બાળકોની તપાસ કરવામાં આવી હતી.આના પરિણામે જનતા અને પોલીસ વચ્ચે તંગદિલી પણ સર્જાઈ હતી. જોકે, પોલીસનું કહેવું છે કે મોટા ભાગના કિસ્સામાં પુખ્ત લોકો દ્વારા ડ્રગ્સ, શસ્ત્રો અને ચોરાયેલાં માલસામાનને છુપાવવા બાળકોનો ઉપયોગ કરવામાં આવે છે. આ જ કારણોસર બાળકોની તલાશી લેવાય છે.

પોલીસ દ્વારા ગત પાંચ વર્ષમાં ત્રાસવાદ, ડ્રગ્સની હેરફેર અને અપેક્ષિત હિંસાની શંકા પરથી પાંચ વર્ષથી નીચેના ૨૮૮ બાળકોની તપાસ કરવામાં આવી હતી.આના પરિણામે જનતા અને પોલીસ વચ્ચે તંગદિલી પણ સર્જાઈ હતી. જોકે, પોલીસનું કહેવું છે કે મોટા ભાગના કિસ્સામાં પુખ્ત લોકો દ્વારા ડ્રગ્સ, શસ્ત્રો અને ચોરાયેલાં માલસામાનને છુપાવવા બાળકોનો ઉપયોગ કરવામાં આવે છે. આ જ કારણોસર બાળકોની તલાશી લેવાય છે.

• ત્રાસદાયક ફોન કોલ્સ બદલ કંપની બંધ

સત્તાવાળાઓએ દેશના સૌથી મોટા ઉપદ્રવી કોલ ઓપરેટર્સમાંના એકની કામગીરી બંધ કરાવી દેતાં લાખો ફોનધારકોએ રાહતનો શ્વાસ લીધો છે. આ કંપની ઓટોમેટિક ડાયલિંગ મશીન્સના ઉપયોગથી રોજના બિનજરૂરી ૬૦ લાખ ફોન કોલ્સ દ્વારા લોકોને ત્રાસ પહોંચાડતી હતી. વેસ્ટ સસેક્સ, હોવસ્થિત આ અનામી કંપની પાસે ૯૦ મિલિયન ફોન નંબરનો સંગ્રહ હતો. કંપની દ્વારા ડેટ પ્રોટેક્શન અને પેમેન્ટ પ્રોટેકશન ઈન્સ્યુરન્સના રિફન્ડ સહિતના ફોન કોલ્સ લોકોને કરવામાં આવતાં હતાં. આવાં ફોન કોલ્સથી લોકોને ત્રાસ થતો હોવાનું પુરવાર થાય તો તેના ડિરેક્ટર્સને £૫૦૦,૦૦૦ સુધીનો દંડ થઈ શકે છે.

• યુકેમાં ૨૫ ટકા બાળકો વિદેશી માતાથી જન્મ્યાં છે

હોમ ઓફિસ મિનિસ્ટર લોર્ડ બેટ્સે વિવાદાજનક વિધાનમાં જણાવ્યું છે કે વિદેશમાં જન્મેલી માતાઓ ઘણાં બાળકોને જન્મ આપતી હોવાથી ઈમિગ્રેશન ઘટાડવું જરૂરી બન્યું છે. તેમણે ૨૦૧૩ના સત્તાવાર આંકડા દર્શાવી કહ્યું હતું કે યુકેમાં ચારમાંથી એક બાળક બ્રિટન બહાર જન્મેલી માતા થકી જન્મ્યું હતું. ૧૯૯૦માં આ સંખ્યા નવ બાળકદીઠ એક બાળકની હતી. આ સ્ત્રીઓની ફળદ્રુપતા પણ ઊંચી હોવાથી દેશ બહારની માતાઓએ જન્મ આપેલાં બાળકોની સંખ્યા સર્વોચ્ચ સ્તર પર પહોંચી હોવાનું લોર્ડ બેટ્સે કહ્યું હતું.

• ફાર્માસિસ્ટ્સને જીપી સર્જરીઓમાં મદદ માટે મૂકાશે

ફેમિલી ડોક્ટર્સની તીવ્ર અછતનો સામનો કરવાની નવી યોજના હેઠળ ફાર્માસિસ્ટ્સને જીપી સર્જરીઓમાં મદદ માટે મૂકાશે. અસ્થમા કે ડાયાબિટીસ જેવી લાંબા ગાળાની સ્થિતિ ધરાવતા પેશન્ટ્સ તેમની સર્જરીને ફોન કરે ત્યારે તેમને હવે ફાર્માસિસ્ટ્સ દ્વારા એપોઈન્ટમેન્ટ ઓફર કરાશે. આ પગલાંના કારણે પેશન્ટ્સને એપોઈન્ટમેન્ટ મેળવવા રાહ જોવી પડતી હતી તે સમય ઘટી જશે અને ફાર્માસિસ્ટ્સના વધુ સંખ્યાનો પ્રશ્ન પણ હલ થશે.

• છોકરીને લલચાવવા છતાં જેલની સજા મુલતવી

કટ્ટરવાદી ઈસ્લામિક ઉપદેશક અંજેમ ચૌધરીના સમર્થક મનસૂર મિંયાએ ૧૫ વર્ષની સગીર વિદ્યાર્થિનીને સેક્સ માટે લલચાવવા છતાં તેને જેલ થઈ ન હતી. સધર્ક ક્રાઉન કોર્ટે તેને ૧૬ મહિનાની સજા કરી હતી, જે બે વર્ષ માટે મુલતવી રખાઈ હતી. મિંયાએ પહેલા ફેસબુક પર તે છોકરી સાથે ઈસ્લામ વિશે વાત કરી હતી અને થોડાં દિવસ પછી અશ્લીલ તસવીરો મોકલી હતી. તેણે છોકરી સમક્ષ ઓનલાઈન સેક્સ્યુઅલ કૃત્ય આચર્યું હતું.

• બીએમડબલ્યુ કાર ચોરતી ગેન્ગને ૧૪ વર્ષની જેલ

કિંમતી બીએમડબલ્યુ કાર ચોરતી બર્મિંગહામની ટોળકીના ત્રણ અપરાધી -કામરાન ખાન, અન્સાર મહમૂદ અને ઓસ્માન ખાનને સ્ટેફર્ડ ક્રાઉન કોર્ટે કુલ ૧૪ વર્ષની સજા ફરમાવી છે. આ ટોળકીના અપરાધીઓએ ચોરી પછી નાસી છૂટવા પ્રયાસ કર્યો હતો અને તેમને પકડવા પીછો કરવો પડ્યો હતો. અપરાધીઓએ ગયા વર્ષે ચાર બીએમડબલ્યુ કાર ચોરી હતી. ઓસ્માનને ૬૦ મહિના, કામરાનને ૫૪ મહિના અને અન્સારને ૫૫ મહિનાની સજા થઈ છે.

• ત્રાસવાદ, ડ્રગ્સની હેરફેરની...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.