કિંગ્સબરી સ્વામીનારાયણ મંદિરમાં હરિભક્તો દ્વારા નવા વર્ષનો શુભારંભ

લંડનઃ બ્રેન્ટ વિસ્તારમાં આવેલા કિંગ્સબરી શ્રી સ્વામીનારાયણ મંદિર ખાતે અનોખી રીતે દિવાળી અને નૂતન વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. નવા વર્ષની ઉજવણી માટે અન્નકૂટમાં લંડનના પ્રખ્યાત વેમ્બલી સ્ટેડિયમના આકારની કેકનો ભોગ ચડાવવામાં આવ્યો હતો. દિવાળી અને નૂતન વર્ષ નિમિત્તે હજારો હરિભક્તો દિવસ દરમિયાન દર્શન કરવા મંદિર ઉમટ્યા હતા. મંદિરમાં વેમ્બલી સ્ટેડિયમના આકારની કેક, જિંજરબ્રેડમાંથી બનાવાયેલા હિંડોળા અને કરાઉઝલ તથા સંખ્યાબંધ વિવિધ વાનગીઓ તૈયાર કરવામાં આવી હતી.

તહેવારના દિવસો દરમિયાન ટૂટિંગના સાંસદ અને લેબર પાર્ટીના લંડનના મેયરપદના ઉમેદવાર સાદિક ખાન, હેરો ઇસ્ટના સાંસદ બોબ બ્લેકમેન, બ્રેન્ટના કાઉન્સિલર મોહમ્મદ બટ્ટ તેમજ બ્રેન્ટ તથા હેરોના મેયર લેસ્લી જોન્સ અને ક્રિષ્ના સુરેશે મંદિરની મુલાકાત લીધી હતી.

મંદિરના શ્રી મુક્તજીવન સ્વામીબાપા પાઇપ બેન્ડે દેશના વડાપ્રધાનનું વેમ્બલી સ્ટેડિયમ ખાતે કોમ્યુનિટી રિસેપ્શનમાં સ્વાગત કર્યું હતું. યુકેના પીએમ ડેવિડ કેમરને કિંગ્સબરી સ્વામિનારાયણ મંદિરના સેક્રેટરી મહેશભાઇ વરસાણીનો આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે એમપી પ્રીતિ પટેલ પણ હાજર રહ્યા હતા. કિંગ્સબરી શ્રી સ્વામીનારાયણ મંદિર ગુજરાતના અમદાવાદસ્થિત મણિનગર શ્રી સ્વામીનારાયણ ગાદી સંસ્થાનનું યુકેમાં મુખ્ય મંદિર છે.

કિંગ્સબરી સ્વામીનારાયણ મંદિર...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.