અમેરિકન થિન્ક ટેન્ક દ્વારા સંઘની ટીકા

નવી દિલ્હીઃ અમેરિકાની એક થિન્ક ટેન્કની વેબસાઇટ પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને આતંકવાદી સંગઠન ગણાવાયું છે. સંગઠનની વેબસાઇટ ટેરરિઝમ ડોટ કોમ પર આપેલી થ્રેટ ગ્રૂપ પ્રોફાઇલમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું નામ પણ સામેલ છે. થિન્ક ટેન્કે સંઘની પ્રોફાઇલમાં લખ્યું છે કે આરએસએસ એક શંકાસ્પદ અને પક્ષપાત કરતું સંગઠન છે જે હિન્દુ રાષ્ટ્રની સ્થાપના કરવા ઇચ્છે છે.

ટેરરિઝમ વોચ એન્ડ વોર્નિંગ નામની અમેરિકન થિંક ટેન્ક દ્વારા સંઘને એપ્રિલ ૨૦૧૪માં થ્રેટ ગ્રૂપ એટલે કે ધમકીરૂપ સંગઠનોની યાદીમાં સામેલ કરાયો હતો. પરંતુ એમ લાગે છે કે ભારતમાં ભાજપ સત્તા પર આવ્યા બાદ સંઘ વિશે લખાયેલા લેખને બદલી નાખવામાં આવ્યો છે. સંઘ ઉપરાંત આ યાદીમાં નકસલવાદી સંગઠન અને સીમીનો પણ સમાવેશ કરાયો છે.

અમેરિકન થિન્ક ટેન્ક દ્વારા સંઘની ટીકા
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.