અમેરિકામાં અમિત મહેતા ફેડરલ જજ નિમાયા
વોશિંગ્ટનઃ કોલંબિયામાં ફેડરલ જજ તરીકે ભારતીય અમેરિકન અમીત પ્રિયવદન મહેતાની નિમણૂકને સેનેટે બહાલી આપી હતી. આમ આ મહત્ત્વના હોદ્દા ઉપર નિમણૂક પામનાર તેઓ પ્રથમ એશિયન પેસિફિક અમેરિકન બન્યા છે.
એક ડઝન જેટલી બાકી નિમણૂકોની સાથે સાથે ધ્વની મતથી તેમની નિમણૂકને બહાલી આપવામાં આવી હતી. ચાલુ વર્ષે જુલાઈમાં પ્રમુખ ઓબામા દ્વારા નિમણૂક પામેલા મહેતા વર્ષ ૨૦૧૦થી ઝુકરમેન સ્પાઈડરમાં ભાગીદાર હતા જ્યાં તેમણે ફેડરલ અને રાજ્યની કોર્ટોમાં તેમના અસીલોના કેસ લડ્યા હતા.
