નરેન્દ્ર મોદી યુકેની સંસદીય ચૂંટણી પછી લંડનના પ્રવાસે

નરેન્દ્ર મોદી યુકેની સંસદીય ચૂંટણી પછી લંડનના પ્રવાસે

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૦૧૫ના આરંભમાં તેમની યુકેની સંભવિત મુલાકાત મુલતવી રાખી હોવાનું મનાય છે. મે મહિનામાં બ્રિટનની સંસદીય ચૂંટણી પૂર્ણ થયા પછી તેઓ આ મુલાકાત લે તેવી સંભાવના છે. ઇકોનોમિક ટાઇમ્સના અહેવાલ અનુસાર અગાઉ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના નિર્વાણ દિન ૩૦ જાન્યુઆરીએ તેમની પ્રતિમાનું અનાવરણ કરવા નરેન્દ્ર મોદી દ્વારા લંડનની મુલાકાતની ધારણા હતી.

જોકે, અમેરિકાના પ્રમુખ બરાક ઓબામા ૨૫ અને ૨૬ જાન્યુઆરીએ ગણતંત્ર દિન ઉજવણીના સંદર્ભે નવી દિલ્હીની મુલાકાત લઈ રહ્યા છે ત્યારે આ જ મહિનામાં યુકેની મુલાકાત લેવા માટે વડા પ્રધાન મોદી પાસે ઘણો ઓછો સમય રહેશે તેમ અધિકારીઓએ જણાવ્યું હતું. યુકે અને ભારતની સરકારો એપ્રિલમાં નરેન્દ્ર મોદીની લંડન મુલાકાતની સંભાવના ચકાસી રહી છે. જોકે, આ મુલાકાત પણ શક્ય જણાતી નથી કારણ કે, નરેન્દ્ર મોદી એપ્રિલના આખરી સપ્તાહમાં જર્મનીની મુલાકાત લેવાના છે. આ ઉપરાંત મે મહિનામાં બ્રિટનમાં સંસદીય ચૂંટણી હોવાના કારણે ઘણો ઓછો સમયગાળો મળશે. જો યુકે મુલાકાત શક્ય નહીં થાય તો વડા પ્રધાન મોદી જર્મનીની સાથોસાથ યુરોપના અન્ય કેટલાક દેશોની મુલાકાત લઈ શકે છે તેમ અધિકારીઓએ જણાવ્યું હતું. આ મુલાકાત માટે હજી કોઈ સમયપત્રક નિશ્ચિત કરાયું નથી.
સરકાર અને શાસક પક્ષ ભાજપમાં એક એવો મત પણ પ્રવર્તી રહ્યો છે કે વડા પ્રધાને યુકેની ચૂંટણીના સ્પષ્ટ પરિણામો આવ્યા પછી જ મુલાકાત લેવી જોઈએ. ગત મે મહિનામાં ભારતીય વડા પ્રધાન તરીકે શાસનમાં આવ્યા પછી નરેન્દ્ર મોદી બ્રિટનની મુલાકાત લે તે માટે ડેવિડ કેમરનની સરકાર આતુર રહી છે. ગત સાત મહિનાના સમયગાળામાં નાયબ વડા પ્રધાન નિક ક્લેગ સહિત આશરે ૧૫ બ્રિટિશ પ્રધાનોએ મોદી સરકાર સાથે સંપર્કો વધારવા ભારતની મુલાકાત લીધી છે.
બ્રિટન અને ભારતના વડા પ્રધાનો સૌ પ્રથમ નવેમ્બરમાં જી-૨૦ શિખર પરિષદ દરમિયાન બ્રિસબેનમાં મળ્યા હતા. બ્રિટિશ સરકારના વરિષ્ઠ પ્રધાનો પણ જાન્યુઆરીમાં પ્રવાસી ભારતીય દિવસ અને તે પછી વાઇબ્રન્ટ ગુજરાત સમીટમાં ભાગ લેવા ગુજરાતનો પ્રવાસ કરવાના છે.

જોકે, એનસીના જનરલ સેક્રેટરી અલી મોહમ્મદ સાગરે આ બાબતનું ખંડન કર્યું હતું. તેમણે સ્પષ્ટતા કરી હતી કે, ‘જો પીડીપીને અમારા સમર્થનની જરૂર હોય તો તેણે અમારી નેતાગીરી સાથે વાતચીત કરવી જોઈએ તેમ અમે મૌખિક રીતે કહ્યું છે.’
પીડીપી રાજ્યમાં આગામી સરકાર રચવા કોની સાથે ગઠબંધન રચી શકે તે અંગે આંતરિક ચર્ચા કરી રહેલ છે. પક્ષના વડીલ નેતા મુફ્તી મોહમ્મદ સઈદ અગ્ર નેતાઓ, નવનિર્વાચિત વિધાયકો અને કાર્યકરો સાથે મસલતો કરી રહ્યા છે.
એક સમર્થનવિહોણા અહેવાલ અનુસાર પીડીપીના નેતા મુફ્તી મોહમ્મદ સઈદના મુખ્ય પ્રધાનપદે અને ભાજપને નાયબ મુખ્ય પ્રધાનપદ સાથે. છ વર્ષ માટે નવી સરકાર રચવાની સમજૂતી તરફ પીડીપી અને ભાજપ આગળ વધી રહ્યા છે. સમજૂતીની શરતો હજુ પ્રાથમિક અવસ્થામાં છે. નવી સરકારમાં પીડીપીના છ અને ભાજપના આઠ પ્રધાન હોઈ શકે છે. જોકે, પીડીપીના સૂત્રો કહે છે કે તેઓ કલમ ૩૭૦ અને લશ્કરી દળોને વિશેષ સત્તા જેવાં રાજ્ય સંબંધિત કેટલાંક મુદ્દાઓ પરત્વે તેમના વલણમાં બાંધછોડ કરશે નહિ.
બીજી તરફ, ૧૨ બેઠક મેળવનારા કોંગ્રેસ પક્ષના નેતા અને પૂર્વ મુખ્ય પ્રધાન ગુલામ નબી આઝાદે પીડીપી, નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસને સમાવતા મહા ગઠબંધનની હિમાયત કરી છે. પક્ષપ્રમુખ સોનિયા ગાંધીએ પણ પીડીપીના નેતા સઈદ સાથે વાતચીત કરી હોવાનું કોંગ્રેસના વર્તુળો જણાવી રહ્યા છે.

નરેન્દ્ર મોદી યુકેની સંસદીય ચૂંટણી પછી લંડનના પ્રવાસે
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.