નરેન્દ્ર મોદીના હસ્તે પ્રવાસી ભારતીય દિવસનું ઉદઘાટન

ગાંધીનગરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે  ૮ જાન્યુઆરીએ સવારે ૧૦ વાગ્યે મહાત્મા મંદિર ખાતે ૧૩મા પ્રવાસી ભારતીય દિવસનું ઉદઘાટન થશે. ઉપરાંત તે જ દિવસે સાંજે સાત વાગ્યે કાંકરિયા લેકફ્રન્ટ ખાતે રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે, જેમાં વડા પ્રધાન હાજર રહેશે.

મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલ ૯ જાન્યુઆરીએ મહાત્મા મંદિર વિવિધ રાજ્યોમાં રોકાણની તકો વિષય પર યોજાનારા સેમિનારનું ઉદઘાટન કરશે. જેમાં વિવિધ રાજ્યોના નિષ્ણાતો ઉપસ્થિત રહેશે. તે જ દિવસે સાડા ચાર વાગ્યે રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીની ઉપસ્થિતિમાં પ્રવાસી ભારતીય દિવસનું શાનદાર સમાપન થશે. જોકે, તેમની તબિયત નાદુરસ્ત હોવાથી તેમના સ્થાને ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારી હાજર રહે તેવી સંભાવના છે.
ગુયાનાના રાષ્ટ્રપતિ મુખ્ય મહેમાન
કેરેબિયન દેશ-રિપબ્લિક ઓફ ગુયાનાના પ્રમુખ ડોનાલ્ડ રામોતાર, ગાંધીનગરમાં યોજાનારા પ્રવાસી ભારતીય દિવસની ઉજવણીના મુખ્ય મહેમાન બનશે અને મહાત્મા ગાંધીજીના દક્ષિણ આફ્રિકાથી સ્વદેશાગમનને ૧૦૦ વર્ષ પૂરાં થતાં હોઈ દક્ષિણ આફ્રિકાના વિદેશ પ્રધાન પણ આ ઉજવણીમાં ભાગ લેશે. જેમાં વિશ્વભરના ૩૦૦૦ જેટલા વિદેશવાસી ભારતીયો ભાગ લેશે. કેન્દ્રની એનડીએ સરકારના મેઈક ઈન ઈન્ડિયા, ગંગા સફાઇ અભિયાન, આર્થિક સુધારા જેવા નવા અભિગમો પ્રવાસી ભારતીય દિવસની ઉજવણીમાં એનઆરઆઇ મહેમાનો સમક્ષ સ્પષ્ટ કરાશે. વિદેશી ભારતીયોનું રોકાણ દેશમાં લાવવા તથા તેમની સાથેનો નાતો સુદ્રઢ કરવા દર વર્ષે ત્રણ દિવસ માટે યોજાનારા ૧૩મા પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી વિદેશોમાં વસતા ભારતીયોની બાબતોના મંત્રાલય અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે આ વખતે પ્રથમવાર ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાશે.

નરેન્દ્ર મોદીના હસ્તે પ્રવાસી ભારતીય દિવસનું ઉદઘાટન
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.