પ્રધાનની પુત્રવધૂ ભરણપોષણ માટે કોર્ટમાં
દિયોદરઃ દિયોદર તાલુકાના કોતરવાડા ગામની એક યુવતીના લગ્ન હારીજ તાલુકાના દોતરવાડા ગામના અને રાજ્યના શ્રમ અને રોજગાર પ્રધાન દિલીપ ઠાકોરના પુત્ર સાથે થયા હતા. જ્યાં તેણીને તેના સાસરીયાંએ શારીરિક માનસિક ત્રાસ આપી છ માસ અગાઉ પુત્રી સાથે તરછોડી હતી.
દરમિયાન તેણે દિયોદર કોર્ટમાં તેના તથા તેની પુત્રીના ભરણપોષણ પેટે રૂ. ૫૦ હજાર ચુકવી આપવા રાજ્ય પ્રધાનના પુત્ર મિતેશ વિરૂદ્ધ અરજી કરતાં ખળભળાટ વ્યાપી ગયો છે.
