પ્રેમજીભાઇ વાઘેલાને ૯૯મા જન્મ દિને શુભેચ્છા

દારેસલામ સ્થિત સ્ટાન્ડર્ડ બેન્કના ભૂતપૂર્વ ચીફ મેનેજર અને દારેસલામ સહિત કેન્યા, ટાન્ઝાનીયા અને બ્રિટનમાં વ્યાપક લોકચાહના ધરાવતા પ્રેમજીભાઇ વાઘેલાએ તાજેતરમાં જ કેનેડાના તેમના નિવાસસ્થાને ૯૯મા જન્મ દિનની ઉજવણી કરી હતી. આ પ્રસંગે તેમને વિશ્વભરમાંથી તેમના મિત્રો, ચાહકો, પરિચિતોએ શુભકામનાઅો પાઠવી હતી.

પ્રેમજીભાઇ ખૂબજ સારા ક્રિકેટર અને ગોલ્ફર હતા તેમજ દારેસલામની જીમખાના ક્લબમાં રમવા જતા. દારેસલામની સીટી ડ્રાઇવ બ્રાન્ચમાં ચિફ મેનેજર તરીકે સેવા આપનાર પ્રેમજીભાઇ માટે એમ કહેવાતું હતું કે 'જો તમે અઝાનીયા સ્કૂલમાં પરિક્ષામાં નાપાસ થાવ તો સીધા જ પ્રેમજીભાઇને મળવું. તેઅો તમને બેન્કમાં નોકરી આપી દેશે.' સાચા અર્થમાં સદગૃહસ્થ, કુશળ બેન્કર અને ખેલદીલ રમતવીર પ્રેમજીભાઇએ તેમની સાથે સંપર્કમાં આવનાર ઘણા બધા વેપારીઅો અને લોકોને મદદ કરી છે. 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' પરિવાર તરફથી ૯૯મા જન્મ દિને પ્રેમજીભાઇને શુભેચ્છાઅો.

પ્રેમજીભાઇ વાઘેલાને ૯૯મા જન્મ દિને શુભેચ્છા
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.