બે પીઢ ગાંધીવાદી આગેવાનોનું નિધન
અમદાવાદઃ પ્રખર ગાંધીવાદી, સ્વતંત્રતા સેનાની અને આઝાદી બાદ લોકજાગૃતિના કાર્યોમાં અગ્રેસર રહેનારા ચુનીભાઇ વૈદ્ય (૯૭)નું ગત સપ્તાહે અવસાન થયું છે.
‘ચુનીકાકા’ના પરિવારમાં પુત્રી નીતા મહાદેવ, દોહિત્રી મુદિતા ત્રિવેદીનો સમાવેશ થતો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરી ચુનીલાલ વૈદ્યને શ્રદ્ધાંજલિ અર્પી હતી. ગાંધીજી સાથે કાર્ય કરનાર સ્વાતંત્ર્ય સેનાની કલ્પનાબહેન નટવરભાઈ ડોક્ટર (૯૫)નું પણ તાજેતરમાં નિધન થયું છે. ભારત દેશ આઝાદ થયો તે પહેલા તેઓ હિન્દ છોડો ચળવળની સાથે અનેક ચળવળમાં જોડાયાં હતાં. સુરત ખાતે યુવાનીમાં કોલેજના ધાબા પર આઝાદ ભારતનો ધ્વજ ફરકાવવા બદલ જેલમાં પૂરવામાં આવ્યાં હતાં.
