યુકેવાસી મહિલાને ગેરકાયદે બંગલો વેચી યુવાને છેતરપિંડી કરી

વલસાડઃ પંથક ચીખલાના યુવાને યુકેવાસી મહિલાની ખેતીની જમીનમાં બંગલો બાંધી દેતા વલસાડ રૂરલ પોલીસમથકે છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ છે. 

અખબારી અહેવાલમાં પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ તાપી જિલ્લાના વ્યારાના જાગૃતિ સોસાયટી પાછળ અંધારવાડીમાં રહેતા સમીરભાઈ છગનભાઈ પટેલની બે બહેન છે. જેમાં નાની બહેન રૂપલના લગ્ન યુકે ખાતે થયા છે. તેઓ તા. ૭-૧-૨૦૧૩ના રોજ વલસાડ આવ્યા હતા. રૂપલબહેનને ભદેલી દેસાઈ પાટીના બ્લોક નં. ૩૦૪ પૈકી સર્વે નંબર ૧૯૯-૨ પસંદ પડતાં તેમણે આ બંગલો રૂ. ૪.૫૦ લાખમાં ચીખલા ખાતે રહેતા બીપીન શાંતિલાલ પૂજારી પાસેથી વેચાણે લીધો હતો અને આ બંગલો બીનખેતીની જમીનમાં હોવાનું જણાવી દસ્તાવેજ બનાવી આપ્યો હતો. પછી રૂપલબહેન યુકે પરત ફર્યા હતા. બંગલાની દેખરેખ રાખવા માટે તેમના ભાઈને પાવર ઓફ એટર્ની લખી આપી હતી. તા. ૩૧-૮-૧૩ના રોજ પણ રૂપલબહેને ભાઈએ આ અંગે ગ્રામ પંચાયતમાં જમીનની ૮(એ)ની નકલ કઢાવતા બ્લોક નં. ૩૦૪ પૈકીની સર્વે ૧૯૯-૨ ખેતીની જમીન હોવાની વિગતો બહાર આવી હતી.
ચીખલાના યુવાને રૂપલબહેનને ખેતીની જમીનમાં બંગલો બનાવી પધરાવી દઈ છેતરપિંડી કરી હતી જે અંગેની પોલીસ ફરિયાદ સમીરભાઈ પટેલે વલસાડ રૂરલ પોલીસમથકે નોંધાવી છે.

યુકેવાસી મહિલાને ગેરકાયદે બંગલો વેચી યુવાને છેતરપિંડી કરી
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.