યોગ ઘટાડે હૃદયરોગનું જોખમ
નવી દિલ્હીઃ ભારતીયો દ્વારા સંશોધિત વર્ષો જૂના યોગાસનથી હૃદયરોગને નિવારવા માટે ચાલવા કે અન્ય કસરત જેટલો જ ફાયદો થાય છે તેવું વૈજ્ઞાનિકો દ્વારા શોધવામાં આવ્યું છે.
અંદાજે ૨,૭૬૮ લોકો ઉપર થયેલા ૩૭ જેટલા પ્રયોગો ઉપરથી જાણવા મળ્યું છે કે યોગાભ્યાસને કારણે કાર્ડિયોવાસ્કયુલર રોગોને નિવારી શકાય છે અને તેનો સતત અભ્યાસ કાર્ડિયોવાસ્ક્યુલર તંદુરસ્તી માટે એકદમ ઉત્તમ હોવાના પુરાવા પણ મળ્યા છે. સંશોધકોએ વધુમાં જણાવ્યું હતું કે યોગાભ્યાસથી સાઇકલ ચલાવવા જેટલો કે ચાલવા જેટલો જ લાભ થાય છે. આ સંશોધનના કારણે જે લોકો પરંપરાગત એરોબિક્સ કે અન્ય પરંપરાગત કસરતો કરવા નથી ઇચ્છતા તે લોકોને લાભ થશે. યોગાભ્યાસમાં શારીરિક, માનસિક અને ધાર્મિક પ્રવૃત્તિનો સમન્વય છે. કેટલાક અભ્યચાસ ઉપરથી જાણવા મળ્યું છે કે યોગને કારણે કાર્ડિયોવાસ્કુયલર જોખમોમાં ઘટાડો કરવાની ક્ષમતા રહેલી છે. તેના કારણે હાર્ટએટેક અને સ્ટ્રોકનાં જોખમમાં ઘટાડો થાય છે.
