રાત્રે સ્માર્ટફોન બંધ હશે તો કાર્યક્ષમતા વધશે

ન્યૂ યોર્કઃ રાત્રે જો તમે તમારો સ્માર્ટફોન બંધ રાખશો તો બીજા દિવસે તમારી કાર્યક્ષમતામાં વધારો થશે. સ્માર્ટફોન તમારી ઊંઘમાં ખલેલ પહોંચે એ જ રીતે ડિઝાઇન કરેલા હોય છે, એવું અમેરિકામાં મિશિગન સ્ટેટ યુનિર્વિસટી ખાતે મેનેજમેન્ટના આસિસ્ટન્ટ પ્રોફેસર રસેલ જોહનસને જણાવ્યું હતું.
સ્માર્ટફોનની બ્લૂ લાઇટ ઊંઘ લાવતું કેમિકલ મેલાટોનિન અવરોધે છે. સ્માર્ટફોન મોડી સાંજે આપણને માનસિક રીતે વ્યસ્ત રાખતા હોવાથી તમે આરામથી ઊંઘી શકો એ માટે તમે કામકાજથી તમારી જાતને અળગા રાખી શકતા નથી, એવી ચેતવણી તેમણે આપી છે.
અભ્યાસ કઈ રીતે હાથ ધરાયો?
આ માટે એક અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો. તેમણે આ માટે કર્મચારીઓના એક જૂથનો અભ્યાસ કર્યો હતો. તેમની ટીમને જણાવ્યું હતું કે જે કર્મચારીઓ રાત્રે ૯-૦૦ વાગ્યા બાદ બિઝનેસ હેતુ માટે સ્માર્ટફોનનો ઉપયોગ કરતા હતા તે લોકો બીજા દિવસે વધુ થાકેલા અને જોબ પર પોતાની જાતને વ્યસ્ત રાખતા જોવા મળ્યા હતા.
આપણે મોટાભાગનાં લોકો એવું માનીએ છીએ કે જ્ઞાન આધારિત કામગીરીની પ્રોડક્ટિવિટી વધારવાની બાબતમાં જે ઉપકરણો શોધવામાં આવે છે તે મહત્ત્વનાં હોય છે, એવું જર્નલ ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર એન્ડ હ્યુમન ડિસિઝ પ્રોસેસિઝમાં પ્રસિદ્ધ થયેલા એક સંશોધન લેખમાં જણાવાયું છે. પ્રથમ અભ્યાસમાં સંશોધકોએ બે સપ્તાહ સુધી ઉચ્ચ કક્ષાના ૮૨ મેનેજરોને આવરી લીધા હતા.
