રિઅલ એસ્ટેટ ક્ષેત્રે વધુ છૂટછાટ
નવી દિલ્હીઃ છેલ્લા લાંબા સમયથી ભારે મંદીનો સામનો કરી રહેલા ભારતના રિઅલ એસ્ટેટ સેક્ટર માટે સારા સમાચાર છે. સરકારે રિઅલ એસ્ટેટ ક્ષેત્રે સીધા વિદેશી મૂડીરોકાણ (એફડીઆઇ)ને આકર્ષવા માટે નિયમોમાં વધુ છૂટછાટો જાહેર કરી છે.
નવી દિલ્હીઃ છેલ્લા લાંબા સમયથી ભારે મંદીનો સામનો કરી રહેલા ભારતના રિઅલ એસ્ટેટ સેક્ટર માટે સારા સમાચાર છે. સરકારે રિઅલ એસ્ટેટ ક્ષેત્રે સીધા વિદેશી મૂડીરોકાણ (એફડીઆઇ)ને આકર્ષવા માટે નિયમોમાં વધુ છૂટછાટો જાહેર કરી છે. નવા નિયમ અનુસાર ઓટોમેટિક રૂટ મારફત ૧૦૦ ટકા એફડીઆઈ શક્ય છે. જેમાં ન્યુનતમ મૂડીરોકાણ મર્યાદા અગાઉના ૫૦ લાખ ડોલરથી ઘટાડીને ૨૦ લાખ ડોલર કરાઈ છે. તે જ રીતે ન્યુનતમ ફ્લોર એરિયાની મર્યાદા ૫૦ હજાર ચો.મી.થી ઘટાડીને ૨૦ હજાર ચો.મી.ની કરવામાં આવી છે.
