લંડનવાસી પુત્રવધૂએ કેસ કરતાં વૃદ્ધાની હાઇ કોર્ટમાં પિટિશન

અમદાવાદઃ લગ્ન બાદ પુત્રવધૂએ કેસ કરતા ત્રસ્ત થયેલા ૭૪ વર્ષના વૃદ્ધા તથા અન્ય પરિજનોએ ગુજરાત હાઇ કોર્ટમાં પિટિશન કરી છે. આથી જસ્ટીસ જે. બી. પારડીવાલાએ પુત્રવધૂની ફરિયાદના આધારે ચાલી રહેલી ટ્રાયલ ઉપર મનાઇ હુકમ ફરમાવ્યો હતો.

અખબારી અહેવાલમાં જણાવ્યા મુજબ મહેસાણાના એક પરિવારનો પુત્ર લંડન ગયો હતો અને ત્યાં જ સ્થાયી થયો હતો. દરમિયાન તે સ્થાનિક યુવતીને પ્રેમ કરતો હોવાથી તેની સાથે વર્ષ ૨૦૦૮માં લગ્ન કર્યા હતા અને તેને પણ પોતાની સાથે લઇ ગયો હતો.
દરમિયાન ૧૯ જાન્યુઆરી, ૨૦૧૨ના રોજ યુવકની બહેનના લગ્ન હોવાથી તેઓ લગ્ન માટે વતન આવ્યા હતા અને ૫ ફેબ્રુઆરીના રોજ દંપતી પરત ગયા હતા. પરંતુ પાછળથી ૨૫ ફેબ્રુઆરીનો રોજ પુત્રવધૂ લંડનથી પિતૃગૃહે પરત ફરી હતી અને તેણે પતિ, સાસુ, મામાજી સસરા અને એક મહિના પહેલા જ લગ્ન થયા હતા તે નણદોઇ સામે જ દહેજ અને માનસિક ત્રાસનો કેસ કર્યો હતો. આ કેસની સુનાવણી શરૂ થઇ હતી. આથી ૭૪ વર્ષના વૃદ્ધા, તેમના ભાઇ અને તેમના જમાઇએ આ કેસની ફરિયાદ રદ કરીને ટ્રાયલ રદ કરવા પિટિશન કરી હતી.
પિટિશનમાં રજૂઆત કરી હતી કે, પુત્રવધૂ તો લાંબા સમયથી લંડન રહેતી હતી ત્યારે આવો કેસ કેવી રીતે થઇ શકે. વધુમાં વૃધ્ધાના પતિ સરકારી નોકરી કરતા હતા અને તેમને પેન્શન મળે છે. આથી તેમને પૈસાની માગણી કરી હોવાનો પ્રશ્ન માની શકાય તેમ નથી. વધુમાં નણંદના લગ્ન થયે એક જ મહિનો થયો હતો અને નણદોઇની સામે પણ કેસ કર્યો છે. મામાજી સસરાને પણ કેસ સાથે કોઇ લેવા દેવા નથી. આથી આ સમગ્ર ફરિયાદ ઉપજાવી કાઢી હોવાતી રદ કરવી જોઇએ.

લંડનવાસી પુત્રવધૂએ કેસ કરતાં વૃદ્ધાની હાઇ કોર્ટમાં પિટિશન
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.