લંડનવાસી યુવતી સાથે રૂ. ૬૦ લાખની ઠગાઇ

અમદાવાદઃ શહેરના વસ્ત્રાપુરમાં ગુજ્જુ સ્ટોક ટ્રેડિંગ પ્રા.લી. નામની કંપનીના સંચાલકોએ લંડનવાસી યુવતી અને તેમના સગાને મહિને ચાર ટકા આર્થિક વળતરની લાલચ આપીને શેરમાં રૂ. ૬૦ લાખનું રોકણ કરાવીને તેમની સાથે છેતરપિંડી કરી હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાઇ છે. ઉપરાંત રૂપિયા પરત માંગતાં તેમને ધમકી આપી હોવાની પણ ફરિયાદ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોધાઇ છે.

ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના રકનપુર ગામના વતની અને લંડનમાં સ્થાયી થયેલા પૂર્વીબહેન અમિતભાઇ પટેલે ગુજ્જુ સ્ટોક ટ્રેડિંગ પ્રા.લી. નામે ઓફિસ ધરાવતા બાદલભાઇ પરાગભાઇ શાહ, પરાગભાઇ શાહ તથા રીચાબહેન બાદલભાઇ શાહ સામે રૂ. ૬૦ લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.
નરોડા કઠવાડા રોડ પર સરદાર પટેલ ફાર્મ ખાતે રહેતા પૂર્વીબહેનના સગા ચિરાગભાઇ ગીરીશભાઇ પટેલના મિત્ર બાદલભાઇ શાહે તેમને સ્ટોક ટ્રેડિંગ તથા પોન્ઝી અને ચીટ ફ્રન્ડની સ્કીમમાં નાણાં રોકવાથી મહિને ચાર ટકા વળતર મળશે તેવી વાત કરી હતી. બાદલ શાહે જણાવ્યું હતું કે તેઓ રોકાણ કરેલા નાણાં ચેન્નાઇમાં આવેલી અનુસ શેર્સ એન્ડ સિક્યુરિટીના માલિક રમેશ સુરાનાના ત્યાં રોકાણ કરે છે. જેથી તેમને ભરોસો બેસતાં ચિરાગ પટેલે ઓકટોબર ૨૦૧૩માં ૨૫ લાખનું રોકણ કર્યું હતું. જેના વળતર પેટે એક લાખ આપ્યા હતા, પછી બાદલભાઇએ શાહે રસોયા પ્રોટીન કંપની લી.ના શેરોમાં સારા નફાની વાત કરીને વાત કરતાં ચિરાગ પટેલે તેમાં પાંચ લાખનું રોકડા અને પાંચ લાખ બેન્કમાં જમા કરાવ્યા હતા. ત્યારબાદ ગત ડિસેમ્બર માસમાં યુકેથી આવેલા અમદાવાદ આવેલા પૂર્વીબહેનને ચિરાગ પટેલે શેરમાં નાણાં રોકવાથી મહિને ચાર ટકા વળતરની વાત કરતાં તેમણે પણ ૩૦ જાન્યુઆરીના રોજ એનઆરઆઇ ખાતાથી બાદલભાઇના ખાતામાં ૨૫ લાખ જમા કર્યા હતા જેનું એપ્રિલ માસમાં વળતર પેટે એક લાખ આપ્યા બાદ ચિરાગભાઇ તેમ જ પૂર્વીબહેનને નાણાંનું વળતર આપ્યું ન હતું, રૂપિયાની ઉઘરાણી કરતાં જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આમ બન્નેના રોકેલા રૂ. ૬૦ લાખની છેતરપિંડીની ઉપરોક્ત આરોપીઓ સામે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

લંડનવાસી યુવતી સાથે રૂ. ૬૦ લાખની ઠગાઇ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.