લો, શરત બદલ સજા
'ક્રિસમસ ડે'ના દિવસે લંડનથી બ્રાઇટન સૌથી વહેલું કોણ જઇ શકે? જે વહેલું પહોંચે તેને બીજાએ ઇનામ તરીકે 'કાર' આપવી. બાપ દિકરા વચ્ચે લાગેલી આ શરતને પૂરી કરવાનો પ્રયાસ કરનાર દિકરાની પોલીસે ધરપકડ કરવી પડી હતી.

યુવાન દિકરો ગત તા. ૨૫-૧૨-૧૪ના રોજ વેસ્ટ એસેક્સના હિકસ્ટેડ પાસે A-23 રોડની નજીક ચાલી રહ્યો હતો ત્યારે વાહનચાલકોએ સંખ્યાબંધ ફોન કરતા પોલીસે યુવાનને પકડી લઇ બ્રાઇટન નજીકના પેચામ પાસે સલામત છોડી દીધો હતો.
યુવાને જણાવ્યું હતું કે તેના પિતાને આશા હતી કે તે ટ્રેઇનમાં આવશે. પરંતુ તેઅો એ ભૂલી ગયા હતા કે ક્રિસમસ ડેના દિવસે ટ્રેન બંધ હોય છે.