લો હવે, ટ્રેનની ટિકીટ લેવા પણ ટિકીટ લેવી પડશે
સધર્ન રેલવે દ્વારા હવે બ્રાઇટન સ્ટેશને ટ્રેનની ટિકીટ લેવા માટે લાગતી લાઇનોને સુચારૂ કરવા માટે ટીકીટ આપવાનું શરૂ કરાયુ છે. સ્ટેશનનું નવિનીકરણ કરાયા બાદ આ પધ્ધતિ અમલમાં મૂકાઇ છે. પરંતુ તેને કારણે પહેલે જ દિવસે સ્ટાફ પરસેવે રેબઝેબ થઇ ગયો હતો.

પેસેન્જરોના મતે આ તો તકલીફોમાં વધારો કરવા સમાન છે. નવી પધ્ધતિ મુજબ મુસાફરે પહેલા ચાર અોપ્શનમાંથી કોઇ એકની પસંદગી કરી ટિકીટ લેવાની રહેશે અને પછી પોતાનો નંબર બોલાય એટલે ટિકીટ લેવા જવાનું રહેશે. જોકે સધર્ન રેલવે દ્વારા આ પધ્ધતિ અસરકારક હોવાનું જણાવાયું હતું.