હળવી ક્ષણોએ

‘તમારે ત્યાં આટલાં સરસ પુસ્તકો છે અને એ ગમે ત્યાં પડ્યાં રહે છે એને બદલે એક સરસ કબાટમાં મૂકતા હો તો?’

‘અરે ભાઇ, કબાટ કંઈ કોઈને ત્યાંથી થોડું ઉઠાવી લવાય છે?’


ચંગુઃ લગ્ન પહેલાં લોકો શું કરે છે?
મંગુઃ ભવિષ્ય વિશે વિચારીને ખુશ થાય છે.
ચંગુઃ અને લગ્ન પછી?
મંગુઃ અતીતને યાદ કરીને રડે છે.

ચંગુઃ આજે જીવનમાં પહેલી વખત અલાર્મ ઘડિયાળને લીધે મારી ઊંઘ ખુલી.
મંગુઃ શું વાત કરે છે. કેમ અત્યાર સુધી અલાર્મનો અવાજ તને સંભળાતો નહોતો કે શું?
ચંગુઃ ના એવું નથી.
મંગુઃ આજે મારી પત્નીએ ઘડિયાળ મારા માથા પર મારી દીધી.

ચંગુઃ તને ખબર છે, મંગુ. પેલા લલ્લુ પર કેટલી મોટી મુસીબત આવી પડી?
મંગુઃ નહીં યાર, કેમ શું થયું?
ચંગુઃ મારી પત્ની તેની સાથે ભાગી ગઈ. બિચારો લલ્લુ...

નોકરી માટે મંગુ એક શેઠ પાસે ગયો. તેણે પોતાની મીઠી જબાનથી વાત કરીને શેઠને પ્રભાવિત કરી દીધા.
પછી શેઠે છેલ્લે મંગુને એક પ્રશ્ન પૂછ્યોઃ તું પરણેલો છે કે હજી સુધી કુંવારો જ છે?
અચાનક મંગુનો હાથ તેના ગાલ પર ગયો. પછી તે શરમાઈને બોલ્યોઃ હજી સુધી તો હું કુંવારો છું. તમે મારા ગાલ પર જે નિશાન જોઈ રહ્યા છો એ તો સાઈકલ પરથી પડી જવાના કારણે થયાં છે.

ચમનઃ સુંદર છોકરી પસંદ કરવી કે બુદ્ધિશાળી?
ચિન્કીઃ એવી માથાકૂટમાં પડીશ તો તો પરણી રહ્યો.
ચમનઃ કેમ?
ચિન્કીઃ સુંદર છોકરીની પસંદગી મુશ્કેલ હશે અને બુદ્ધિશાળી તને શું કામ પસંદ કરે?

આજના જમાનામાં સારી ઊંઘ માટે આંખો નહિ, પણ 'વોટ્સ-અપ' બંધ કરવું પડે છે !

જો બાળ-મજુરી કરાવવી ગુનો છે....
તો સ્કૂલોમાં આટલું બધું હોમવર્ક શા માટે આપવામાં આવે છે ?

કડકાસિંહઃ ઇફ યુ કમ હોરિઝોન્ટલ ઇન માય ટોક, આઇ વીલ બ્રીંગ આઉટ યોર પાવડર!
ભગલોઃ કાંઇ હમજાણું નંઇ, બાપલ્યા.
કડકાસિંહઃ અરે ગાંડા... મારી વાતમાં આડો ઉતર્યો તો તારા ભુક્કા કાઢી નાંખીશ!

રાહુલ ગાંધીઃ મમ્મી, આપ કી વજહ સે મેરી શાદી નહીં હો રહી.
સોનિયાજીઃ વો કૈસે?
રાહુલ ગાંધીઃ આપ હંમેશા કહતી હો, અગર દેશના વિકાસ ચાહતે હૈ તો મેરે બેટે કો 'બહુ મત' દેના....

સ્કૂલ ચાલુ હતી. બપોરના બાર વાગ્યા હતા. થોડી વાર પછી અચાનક એક કલાસના બધા છોકરા ધડાધડ કલાસમાંથી બહાર ભાગવા માંડયા! પ્રિન્સીપાલે બધાને પકડીને કેબિનમાં બોલાવ્યા.
છોકરાંઓ કહે 'સર, અમારો વાંક નથી. ગણિતના સરે જ અમને કહ્યું... બારને પાંચે ભાગો....એટલે અમે તો ભાગ્યા!'

રાધે, મોહન અને બાંકે ત્રણેય એક બેડ પર સૂતા હતા.
ત્યારે રાધેને ફાવતું નહોતું એટલે નીચે જતો રહ્યો.
એટલે બાંકેએ બૂમ પાડીઃ હવે જગ્યા થઈ ગઈ તો ઉપર આવતો રહે.

હળવી ક્ષણોએ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.