માતૃદેવો ભવ અને પિતૃદેવો ભવ

'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' તેમજ લોહાણા કોમ્યુનિટી સાઉથ લંડન દ્વારા ૮૦ વર્ષ કરતાં વધુ વયના વડિલોના સન્માન સમારોહનું શાનદાર આયોજન આગામી તા. ૨૪ જાન્યુઆરી ૨૦૧૫ શનિવારના રોજ બપોરના ૩-૦૦થી ૭-૦૦ દરમિયાન લોહાણા કોમ્યુનિટી કોમ્પલેક્સ (LCC), પી.વી રાયચૂરા સેન્ટર, Lower Coombe Street, Croydon CR0 1AA ખાતે કરવામાં આવેલ છે.

આ કાર્યક્રમમાં સર્વે વડિલોનું સન્માનપત્ર અર્પણ કરી બહુમાન કરવામાં આવશે. આ પ્રસંગે ગુજરાતી લોકસાહિત્યને રજૂ કરતા યુવાન કલાકાર શૈલેષભાઇ સગર માતા-પિતાના મુલ્ય અને મહત્વ વિષે પ્રવચન કરશે અને સન્માનનીય વડિલો પાસેથી સુદિર્ઘ અને તંદુરસ્ત જીવન વિષે માહિતી મેળવીશું. આટલું જ નહિં અન્ય મનોરંજક કાર્યક્રમ તેમજ શાકાહારી ભોજનનો સૌ સાથે મળીને આનંદ ઉઠાવીશું. નવા જ શરૂ કરાયેલા આ હોલ નજીક કાર પાર્કની સગવડ પણ છે.

આપના ઘરમાં, મિત્રવર્તુળમાં કે સગા સ્નેહીજનોમાં કોઇ વડિલ ૮૦ વર્ષ કરતા વધુ વય ધરાવતા હોય તો તેમનો ટૂંકો બાયોડેટા અને ફોટો ફેક્સ નંબર 020 7749 4081 દ્વારા અથવા તો ઇમેઇલ : [email protected]કે પછી પોસ્ટ દ્વારા કમલ રાવ, ગુજરાત સમાચાર, Karmayoga House, 12, Hoxton Market, London N1 6HW ખાતે તા. ૧૫મી જાન્યુઆરી, ૨૦૧૫ સુધીમાં મોકલી આપવા નમ્ર વિનંતી.

વધુ માહિતી માટે સંપર્ક: કમલ રાવ 020 7749 4001 / 07875 229 211.

હવે સાઉથ લંડનમાં ૮૦ વર્ષ કરતાં વધુ વયના વડિલોનું સન્માન થશે
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.