હેકિંગ મુદ્દે ઉ. કોરિયાએ ઓબામાને ‘વાનર’ કહ્યા

હેકિંગ મુદ્દે ઉ. કોરિયાએ ઓબામાને ‘વાનર’ કહ્યા

સિયોલઃ ઉત્તર કોરિયાએ અમેરિકી પ્રમુખ બરાક ઓબામાની ‘વાનર’ સાથે સરખામણી કરી છે. ‘ધ ઇન્ટરવ્યૂ’ ફિલ્મ મુદ્દે હેકિંગ વિવાદને લઈને ઉત્તર કોરિયામાં ઇન્ટરનેટ બંધ કરવાનો અમેરિકા પર આક્ષેપ થયો છે. 

સોની પિક્ચર્સ પરના સાયબર હુમલામાં પોતાની સંડોવણીનો ઉત્તર કોરિયાએ ઈનકાર કર્યો છે પરંતુ ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ યુની હત્યાનું નિરૂપણ કરતી કોમેડી ફિલ્મ વિશે રોષ વ્યક્ત કર્યો છે.
અમેરિકાનાં મૂવી થિયેટરો પર આતંકવાદી હુમલાનું જોખમ હોવાનું જણાવીને શરૂઆતમાં તો સોની પિક્ચર્સે આ ફિલ્મની રિલીઝ અટકાવી હતી. સોનીના આ નિર્ણયની ઓબામાએ ટીકા કરતાં ફિલ્મ ગયા અઠવાડિયે રિલીઝ થઈ હતી.
શનિવારે ઉત્તર કોરિયાના નેશનલ ડિફેન્સ કમિશને કહ્યું હતું કે ‘ધ ઇન્ટરવ્યૂ’ ફિલ્મ રિલીઝ કરાવવા પાછળ ઓબામાનો હાથ છે. તેમણે આ ફિલ્મને ગેરકાયદે અને ખોટી ગણાવી હતી અને કહ્યું કે ઓબામા વગર વિચાર્યે કાર્ય કરે છે, તેમનાં કામો જંગલના કોઈ વાનર જેવાં છે. ગયા અઠવાડિયે ઉ. કોરિયાની વેબસાઈટો સતત ખોટકાયેલી રહેતા તેમણે અમેરિકાને દોષિત ઠેરવ્યું હતું.

હેકિંગ મુદ્દે ઉ. કોરિયાએ ઓબામાને ‘વાનર’ કહ્યા
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.