૩૬ એશિયનોને નવા વર્ષ ૨૦૧૫ના ઓનર્સ લિસ્ટમાં સ્થાન

લંડનઃ સમગ્ર યુનાઇટેડ કિંગડમમાં વસતા અસાધારણ લોકોની વૈવિધ્યપૂર્ણ સિદ્ધિઓની કદર કરતું ૨૦૧૫નું ન્યુ યર ઓનર્સ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં ૩૬ એશિયનો સામેલ કરાયા છે. નોંધપાત્ર સિદ્ધિ માટે વયનો જરાપણ અવરોધ નડતો નથી તેની સાબિતીરૂપે ૧૦૩ વર્ષના વયોવૃદ્ધ દોડવીર ફૌજાસિંહ માટે બ્રિટિશ એમ્પાયર મેડલ (BEM)ની ભલામણ કરવામાં આવી છે. તેઓ સમગ્ર વિશ્વમાં સૌથી વૃદ્ધ મેરેથોન દોડવીર અને એજ યુકે ચેરિટીના સમર્થક અને હિમાયતી તરીકે પ્રખ્યાત છે. 

ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર
કમાન્ડર્સ ઓફ ધ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર
• સુશ્રી શંકુતલા મિશેલા ઘોષઃ વેન્ચર ફિલાન્થ્રોપી અને ઘરબાર વિહોણા અને વંચિત યુવાનોની સ્વૈચ્છિક સેવા (લંડન) • મીસ અદિબા મલિક MBEઃ QED-UKના ડેપ્યુટી ચીફ એક્ઝિક્યુટીવ, ઇન્ટરફેઈથ અને સામુદાયિક સંવાદિતાની સેવા (બ્રેડફોર્ડ, વેસ્ટ યોર્કશાયર) • સુશ્રી ઉમા મહેતાઃ લંડનના ઇઝલિંગ્ટનબરોના ચીફ કોમ્યુનિટી સર્વિસિસ લોયર, બાળકોની સેવા (બિલેરી કે, એસેક્સ) • સુશ્રી મીરા સ્યાલઃ અભિનેત્રી અને લેખિકા, નાટ્યક્ષેત્ર અને સાહિત્યની સેવા (લંડન).
ઓફિસર્સ ઓફ ધ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર
• ડો. મોહિન્દરસિંહ અહલુવાલિયા અને ભાઈસાહેબ મોહન્દરસિંહઃ ઇન્ટરફેઈથ અને સામુદાયિક સંવાદિતાની સેવા (વેસ્ટ બ્રોમવિચ, વેસ્ટ મીડલેન્ડ્સ) • ગુલફરાઝ અહમદઃ હેલીફેકસમાં પાર્કિન્સન લેન પ્રાઈમરી સ્કૂલના હેડ ટીચર, શિક્ષણની સેવા (હડર્સફિલ્ડ, વેસ્ટ યોર્કશાયર) • ડો. રોશન મૈનીઃ લાઇફ સાયન્સીઝ ઇન્ડસ્ટ્રીની સેવા (બ્રીજ ઓફ વેયર, રેનફ્ર્યુશાયર) • સુશ્રી સજદા મુઘલઃ સામુદાયિક સંવાદિતા અને ઇન્ટરફેઇથ ડાયલોગની સેવા (લંડન) • પ્રો. વેણુગોપાલ કરુણાકરણ નાયરઃ એવિયન વાઇરલ ડિસીઝ પ્રોગ્રામ, પીરબ્રાઇટ ઇન્સ્ટિટ્યૂટના વડા, વિજ્ઞાનની સેવા (કિડલિંગ્ટન, ઓક્સફર્ડશાયર) • પ્રો. દિલીપ નથવાણીઃ ડિરેક્ટર ઓફ મેડિકલ એજ્યુકેશન NHS સ્કોટલેન્ડ, ચેપીરોગોની સારવાર ક્ષેત્રમાં સેવા. (કાર્નૌસ્ટી, એન્ગસ) • સુરતસિંહ સાંઘાઃ મેનેજીંગ ડિરેક્ટર આશિયાના લિમિટેડ, ઉદ્યોગ સાહસિકતા ક્ષેત્રની સેવા (નોટિંગહામશાયર)
• જતિન્દરકુમાર શર્માઃ વોલ્સાલ કોલેજના પ્રિન્સિપાલ અને ચીફ એક્ઝીક્યુટીવ, ફર્ધર એજ્યુકેશનની સેવા (વોલ્વરહેમ્પટન, વેસ્ટ મીડલેન્ડસ) • પ્રો. ઇરામ સિરાજઃ યુનિવર્સિટી ઓફ લંડનમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશનમાં અર્લી ચાઇલ્ડહૂડ એજ્યુકેશનના પ્રોફેસર, શિક્ષણની સેવા (સ્ટેપલફર્ડ, કેમ્બ્રિજશાયર).
મેમ્બર્સ ઓફ ધ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર
• સુશ્રી શબાના ઇલ્તાફ અબ્બાસીઃ ગ્રેટર માન્ચેસ્ટરમાં કાફકેસમાં હેડ ઓફ સર્વિસ, ગ્રેટર માન્ચેસ્ટરમાં બાળકોની સેવા (ચીડલ, ગ્રેટર માન્ચેસ્ટર) • વકાર અફઝલ અહમદઃ પ્રિવેન્ટ મેનેજર બર્મિંગહામ સિટી કાઉન્સિલ, ચેલેન્જીંગ એક્સ્ટ્રીમીઝમ એન્ડ એમ્પાવરીંગ કોમ્યુનિટીઝ ક્ષેત્રની સેવા (ડડલી, વેસ્ટ મિડલેન્ડસ)
• શ્રીમતી શહનાઝ અખ્તરઃ સ્લાઉમાં ફોસ્ટર કેરર, બાળકો અને પરિવારોની સેવા (સ્લાઉ, બર્કશાયર) • શ્રીમતી ઉલ્ફત શાહિન અશરફઃ બર્મિંગહામમાં મુસ્લિમ ચેપ્લીન ઇન્ટરફેઇથ અને સામુદાયિક સંવાદિતાની સેવા (બર્મિંગહામ, વેસ્ટ મિડલેન્ડસ) • હસન બક્ષીઃ નેસ્ટા ખાતે ક્રીએટીવ ઇકોનોમી ઈન પોલિસી એન્ડ રીસર્ચના ડિરેક્ટર, ક્રિએટીવ ઇન્ડસ્ટ્રીઝની સેવા (લંડન) • અહમદ બશીરઃ માર્કેટીંગ યુકે ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટના ઓપરેશન્સ વડા અને ફાયનાન્સ બિઝનેસ પાર્ટનર. પબ્લિક સેક્ટરમાં સમાનતા ક્ષેત્રની સેવા (મીડલ્સબરો, નોર્થ યોર્કશાયર)
• સુભાષચંદર ચૌધરીઃ મેમલિયન સેલ કલ્ચર વેન્ચર લીડર, ફ્યુજીફિલ્મ ડાયોસિન્થ બાયોટેકનોલોજીસ, નોર્થ-ઈસ્ટ ઇંગ્લેન્ડમાં બાયોટેકનોલોજી ઉત્પાદન ક્ષેત્રની સેવા (ડાર્લિંગ્ટન, ડરહામ) • સુશ્રી દક્ષા દબાશિયાઃ સિનિયર પ્રોજેક્ટ મેનેજર, બિઝનેસ ઇમ્પ્રુમેન્ટ કોમ્પ્લાયન્સ ટીમ, ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસ, લંડન. કાયદો અને અમલ પાલન વિશેષતઃ ડિજીટલ વર્કિંગની સેવા (લંડન) • શ્રીમતી સુરિન્દર કૌર ઘુરાઃ ન્યુકેસલ અપોન ટાઈનેમા કોમ્યુનિટી તેમજ ઇન્ટરફેઇથ અન્ડરસ્ટેન્ડીંગની સેવા, (ન્યુકેસલ અપોન ટાઇને, ટાઇને એન્ડ વીઅર) • ગુરમેલસિંહ કંડોલાઃ ચીફ એક્ઝિક્યુટીવ, નેશનલ શીખ મ્યુઝિયમ, ડર્બી કોમ્યુનિટીની સેવા (લંડન) • અબ્દુલ રઝાક ખાનઃ ફોસ્ટર કેરર સ્લાઉ, બાળકો અને પરિવારોની સેવા (સ્લાઉ, બર્કશાયર)
• સુરિન્દર પાલસિંહ ખુરાનાઃ નોર્થ-ઇસ્ટ લિંકનશાયરમાં કોમ્યુનિટીની સેવા (ગ્રીમ્સબી, લિંકનશાયર) • સુશ્રી વનિતા પારતીઃ બ્લિન્ક બ્રો બારના સ્થાપક, સૌંદર્ય ઉદ્યોગ અને ભારતમાં બટરફ્લાઇસ મારફત શેરીના બાળકોની સેવા (લંડન) • શ્રીમતી ઉષ્મા પટેલઃ ડિપાર્ટમેન્ટ ફોર કોમ્યુનિટીઝ એન્ડ લોકલ ગર્વનમેન્ટમાં ડેરી સેક્રેટરી, જાહેર વહીવટ તેમજ ધર્મજ સોસાયટી ઓફ લંડન મારફત કોમ્યુનિટીની સેવા (ફાર્નબરો, હેમ્પશાયર) • મોહંમદ અસલમ રસુદઃ ફ્લિન્ટશાયરમાં જ્હોન સમર્સ હાઇસ્કુલના હેડ ટીચર, વેલ્સમાં શિક્ષણની સેવા (વોરિંગ્ટન ચેશાયર) • મોહંમદ કબીર ઉડ્ડીનઃ HMP વોર્મવૂડ સ્ક્રબ્સમાં ઈમામ, પ્રીઝન સર્વિસની સેવા. (લંડન) • મોહંમદ ઝહુરઃ શેફિલ્ડમાં પાકિસ્તાની કોમ્યુનિટીની સેવા (શેફિલ્ડ સાઉથ યોર્કશાયર).
મેડાલિસ્ટ ઓફ ધ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર
• મોહંમદ અમલ અલ-હાજી અને કમલ અલ-હાજીઃ ફ્રન્ટ ઓફ હાઇ સિક્યુરિટી મેનેજર, જસ્ટીસ મિનિસ્ટ્રી, મિનિસ્ટ્રી ઓફ જસ્ટીસની સેવા, (બકહર્સ્ટ હીલ, એસેક્સ) • સુશ્રી એફાત રહીમી કાલૌઝઃ સીમ્સ ઓપરેશનલ મેનેજર વેસ્ટમીન્સટર એકેડેમી લંડન, શિક્ષણની સેવા, (લંડન) • ડો. શઝાદ સલીમઃ ડેન્ટીસ્ટ માન્ચેસ્ટર, ડેન્ટીસ્ટ્રીની સેવા (ચીડલ, ગ્રેટર માન્ચેસ્ટર) • ફૌજાસિંહઃ મેરેથોન રનર, સ્પોર્ટસ અને ચેરિટીની સેવા (લંડન)
ડિપ્લોમેટિક સર્વિસ એન્ડ ઓવરસીઝ
ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર
OBE • ડો. બાબુ મીઝાનુર રહેમાનઃ યુનાઇટેડ નેશન્શ આસિ. મીશન મોગાડીશુ સોમાલિયા, સોમાલિયામાં શાંતિ નિર્માણ અને સંઘર્ષ અટકાવની સેવા.
MBE • અલ ખિદિર દાલૌમઃ લેટીન અમેરિકન, કેરેબિયન અને મીડલ ઇસ્ટમાં સેવ ધ ચિલ્ડ્રનના પૂર્વ રિજીયોનલ ડીરેક્ટર, આફ્રિકામાં બાળકોની સુરક્ષાની સેવા.

૩૬ એશિયનોને નવા વર્ષ ૨૦૧૫ના ઓનર્સ લિસ્ટમાં સ્થાન
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.