સર્વિસીસ ફોર એનઆરઆઇ દ્વારા લેસ્ટરમાં પ્રોપર્ટી શોનું આયોજન

સર્વિસીસ ફોર એનઆરઆઇ લી. દ્વારા ઇન્ડિયન પ્રોપર્ટી મેલાનું શાનદાર આયોજન તા. ૬-૭ જૂન ૨૦૧૫ શનિ-રવિવાર દરમિયાન સવારે ૧૦થી ૬ સુધી પીપુલ સેન્ટર, અોર્ચાર્ડસન એવન્યુ, લેસ્ટર LE4 6DP ખાતે કરવામાં આવ્યું છે. લેસ્ટરનો આ સૌ પ્રથમ બ્રાન્ડેડ ઇન્ડિયા પ્રોપર્ટી શો બનનાર છે. આ પોર્પર્ટી શો માં ભારતીય મૂળના NRI, OCI, PIOના માટે ખાસ લાભકારક બની રહેનાર છે.

આ શોમાં પ્રવેશ મફત છે અને મફત પાર્કિંગનો લાભ મળશે.

આ પ્રોપર્ટી શોમાં અમદાવાદ, રાજકોટ, આણંદ, વડોદરા, મુંબઇ, પુણે, દિલ્હી NCR, ગોવા, બેંગ્લુરૂ અને ચેન્નઇના પ્રોપર્ટી ડેવલપર્સ ભાગ લેશે. અહિં આપને ૧૫ લાખ રુપિયા (£૧૫,૦૦૦)થી શરૂ થતા મકાન અને ૫ લાખ રુપિયા (£૫,૦૦૦)ના પ્લોટથી શરૂ થતી પ્રોપર્ટી મળી શકશે. રહેવા માટે તેમજ રોકાણ કરવાની વિવિધ પ્રોપર્ટી અંગે વિસ્તૃત માહિતી મળી શકશે અને લોન અંગે પણ માર્ગદર્શન મળી રહેશે. જે લોકો પોતાના નામની નોંધણી કરાવીને હાજર રહેશે તેમને માટે ભારત જવાની એરટિકીટ અને અન્ય ઇનામો મળશે. વધુ માહિતી માટે 020 3355 8950 / 0116 367 2502અથવા જુઅો www.servicesfornri.com

લાફબરોમાં શ્રી લિંબચ માતાજી જયંતી ઉજવાઇ

યુકેમાં લાફબરો ખાતે સૌ પ્રથમ વખત શ્રી લિંબાચીયા જ્ઞાતિ ફેડરેશન યુકે દ્વારા શ્રી લિંબચ માતાજી જયંતીની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે માતાજીનું સામૈયુ કરીને તેમની સ્ટેજ પર પધરામણી કરી સ્થાપન કરવામાં આવ્યું હતું. તે સમયે કિશોરીઅોએ રંગબેરંગી ચુંદડી પહેરીને કળશ સાથે માતાજીનું સ્વાગત કર્યું હતું અને દેવિના ગલોરીયાએ સૌથી આગળ રહી માતાજીની તસવીર ધારણ કરી હતી. તો યુવાન જ્ઞાતિજનોએ ગરબા અને ભક્તિગીતો રજૂ કર્યા હતા.

આ પ્રસંગે હેરોના મેયર શ્રી અજયભાઇ મારૂ, તેમના પત્ની દિનાબહેન અને પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા તો બીજી તરફ શ્રી અતુલ બાબુલાલ મારૂનું MBE એવોર્ડ બદલ સન્માન કરાયું હતું. સંપર્ક: અશ્વિન ગલોરીયા 07767 414 693.

૦૦૦૦૦૦

૮૦મા જન્મદિનની પાર્ટી દ્વારા કેન્સર ચેરીટીને £૩,૦૧૪ની સખાવત

આશ્ટનમાં રહેતા અને 'ગુજરાત સમાચાર'ના વર્ષો જુના વાચક મિત્ર શ્રી વિષ્ણુ મોહનદાસે પોતાના જન્મ દિનની ઉજવણીને એક અલગ જ સ્વરૂપ આપી મિત્રો અને સ્વજનોને પોતાને ભેટ આપવાના બદલે પસંદ કરેલી કેન્સર ચેરીટી ધ ક્રિસ્ટી અોલ્ડહામને દાન કરવા વિનંતી કરી હતી. જેના ફળ સ્વરૂપે કેન્સર ચેરીટીને £૩,૦૧૪ની મદદ કરવામાં િવષ્ણુભાઇ સહભાગી બન્યા હતા.

ગત વર્ષે પ્રોસ્ટેટ કેન્સરની બીમારીનો ભોગ બનેલા વિષ્ણુ મોહનદાસે જોયું હતું કે કેન્સર ચેરીટી ક્રિસ્ટી દ્વારા કેવું મહત્વનું અને ઉપયોગી કાર્ય થાય છે. બસ શ્રી વિષ્ણુભાઇએ પોતે ૮૦મા જન્મ દિનની પાર્ટી ક્રિસ્ટીના લાભાર્થે કરશે તેવું નક્કી કર્યું હતું.

વિષ્ણુભાઇએ ૨૦૦ કરતા વધારે મહેમાનોને નિમંત્રીત કર્યા હતા જેમાં તેમની સારવાર કરનાર તબીબો તેમજ ચેરીટીના સદસ્યો પણ સામેલ હતા. 'ગુજરાત સમાચાર' તરફથી શ્રી સીબી પટેલ અને ટીમના અન્ય સદસ્યો પણ જોડાયા હતા અને કર્મયોગા ફાઉન્ડેશન તરફથી £૫૦૧ની સખાવત કરી હતી.

  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.