'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' તેમ જ લોહાણા કોમ્યુનિટી સાઉથ લંડન દ્વારા ૮૦ વર્ષ કરતાં વધુ વયના ૪૭ વડિલોનું બહુમાન કરાયું

'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' તેમ જ લોહાણા કોમ્યુનિટી સાઉથ લંડન દ્વારા ૮૦ વર્ષ કરતાં વધુ વયના ૪૭ જેટલા વડિલોના સન્માન સમારોહનું શાનદાર આયોજન તા. ૨૪ જાન્યુઆરી ૨૦૧૫ શનિવારના રોજ બપોરે લોહાણા કોમ્યુનિટી કોમ્પલેક્સ (LCC), પી.વી. રાયચૂરા સેન્ટર, ક્રોયડન ખાતે કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ક્રોયડનના મેયર શ્રીમતી મંજુ શાહુલ-હમીદ, ક્રોયડન સેન્ટ્રલના એમપી શ્રી ગેવીન બારવેલ અને ક્રોયડન નોર્થના એમપી શ્રી સ્ટીવ રીડ સહિત ક્રોયડનના સ્થાનિક અગ્રણીઅો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને સૌ વડિલોને સન્માન પત્ર અર્પણ કરી બહુમાન કરાતા હોલમાં ઉપસ્થિત સૌ કોઇના શીશ ઝૂકી ગયા હતા. આ પ્રસંગે ઉપસ્થિત સૌ વડિલોની આરતી ઉતારી સૌએ ઉભા થઇને વડિલોને બહુમાન આપ્યું હતું. પ્રસ્તુત તસવીરમાં ૯૮ વર્ષના વયોવૃધ્ધ મણીબેન પટેલને એવોર્ડ એનાયત કરતા ડાબેથી એમપી શ્રી ગેવીન બારવેલ, સીબી પટેલ, મણીબેન તેમજ તેમના પરિવારજનો નજરે પડે છે. (વધુ સચિત્ર અહેવાલ આવતા સપ્તાહે રજૂ કરાશે)

'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ'
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.